રાહત:માંગ અનુસાર ચાર વધુ દેશમાં ઘઉં મોકલવા પરવાનગી અપાઈ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલામાં રાહ જોતા ઘઉં માટે દ્વાર ખુલવાની આશા
  • બાંગ્લાદેશ, ફીલીપીન્સ, તાન્ઝાનીયા અને મલેશીયામાં સરકારી ચેનલથી મંજુરી

ભારતમાં ઘઉં એક્સપોર્ટની ગત મહિનામાં જોવા મળેલી ઉઠાપઠક બાદ હજી પણ કંડલા આસપાસ એક્સપોર્ટની રાહમાં રાખી દેવાયેલા ઘઉંને આશા બંધાય તેવી વિગતો બહાર આવવા પામી હતી. સુત્રોએ જણાવ્યું કે સરકાર દ્વારા વધુ ચાર દેશોની કેટલી નિશ્ચીત માંગોને માન્ય રાખીને નિયમાનુસાર તેમને ઘઉં એક્સપોર્ટ કરવાની પરવાનગી આપી હતી.

યુરેશીયન દેશોમાં મોટા પ્રમાણમાં ઘઉં સપ્લાય કરતા યુદ્ધ ગ્રસ્તીત રશીયા યુક્રેનની સ્પલાય બંધ થતા ભારતના ઘઉંની વધેલી ડિમાન્ડ અને ત્યારબાદ લગાવાયેલા પ્રતિબંધો બાદ પણ વિશ્વભરથી કંટ્રી થી કંટ્રી સરકારી ચેનલ માધ્યમથી માંગ વધી રહી છે. ઈજીપ્તની માંગને ગ્રાહ્ય રાખ્યા બાદ હવે વધુ દેશોએ કરેલી સતાવાર માંગે ગ્રાહ્ય રાખીને તેમને ઘઉં સપ્લાય કરવાની પરવાનગી અપાઈ હોવાનું સુત્રોએ જણાવી રહ્યા છે. જેમાં બાંગ્લાદેશ, ફીલીપાઈન્સ, તાન્ઝાનીયા અને મલેશીયા જેવા દેશ સામેલ છે.

સુત્રોએ જણાવ્યું કે કુલ 1.5 મીલીયન ટન ઘઉં સપ્લાયની માંગ મળી છે. ગત મહિને અચાનક ઘઉં સ્પલાય પર પ્રતિબંધ થતા 20 લાખ ટન જેટલો ઘઉંનો જથ્થો કંડલા અને તેની આસપાસ અટવાઈ ગયો હતો, જેમાંથી કેટલોક સ્થાનિક માર્કેટમાં પરત જઈ ચુક્યો છે, કેટલોક એક્સપોર્ટ થવાન રાહ જોતો સંગ્રહીત થયેલો છે. જેને આ નિર્ણયથી રાહત મળી શકે તેવો આશાવાદ ટ્રેડના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...