ઘઉં નિકાસ પર રાતોરાત આવેલા પ્રતિબંધથી કંડલા પોર્ટ પર પેદા થયેલી અંધાધુધી વચ્ચે સરકારી ત્રણ રજાઓ પુરી થયા બાદ વર્કીંગ ડે મંગળવારના આખરે ડીજીએફટી દ્વારા અટકેલા 5 જહાજોને પરવાનગી આપી હતી. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ માટે મંત્રાલયથી વિશેષ પરવાનગી લેવાઈ હતી. જોકે, કસ્ટમના સુત્રોએ દેશ આધારીત નિર્ણય લેવા પરંતુ આ વચ્ચે હજી પણ લાખો ટન ઘઉંનું શું થશે તે અંગે અસમંજસની સ્થિતિ બનેલી છે. નિકાસકારો, ટ્રાન્સપોર્ટર્સ સહિતની જોડાયેલા વ્યવસાયીઓને દર દિવસ સાથે કરોડોનું નુકશાન જઈ રહ્યું છે.
એક્સપોર્ટ માટે ગત દિવસોમાં ડીપીએ, કંડલા આવેલા અંદાજે 20 લાખ ટન ઘઉં પોર્ટ અંદર અને બહાર એક્સપોર્ટની રાહ જોઇ રહ્યા છે, 13 મેના ડીજીએફટી દ્વારા દેશમાં વધતા ઘઉંના ભાવ અને આંતરાષ્ટ્રીય પરિસ્થિતોનો હવાલો આપતા એક્સપોર્ટ પર પ્રતિબંધ લાદી દેતા અફરા તફરી મચી હતી અને ચાર કંડલા તેમજ એક તુણા ટેકરા પર અડધા લોડ થઈ ચુકેલા જહાજોના કામકાજને પણ રોકાવી દેવાયું હતું. ચાર દિવસ સુધી બર્થ, જહાજ અને લોડીંગ ઠપ્પ રહેતા નિકાસકારોને કરોડોનું ડેમરેજ ચડતું હોવાથી તેમજ હજારો ટ્રકો વેઈટીંગમાં હોવાથી ઉચાટનો માહોલ બરકરાર છે.
આ 5 જહાજોમાં લોડીંગ શરૂ કરાયું, આજે આગળની સફર ખેડી શકે છે | ||||
ક્રમ | વેસલનું નામ | લોડેડ કાર્ગો | લોડ કરવાનો બાકી | ગંતવ્યસ્થાન |
1 | મના | 44,340 | 17,160 | ઈજીપ્ત |
2 | ઝીન યી હાય | 28,620 | 26,380 | બ્રાઝીલ |
3 | જગ રાધા | 37,840 | 19,160 | બાંગ્લાદેશ |
4 | વેલીએન્ટ સમર | 11,873 | 54,127 | ઓમાન |
5 | ફેએડ્રા | 2035 | 67,554 | ઈન્ડોનેશીયા |
ડીજીએફટીના અધિકારીઓ આજે કંડલાની મુલાકાતે
સુત્રોએ જણાવ્યું કે ઓનગ્રાઉન્ડ પરિસ્થિતિઓનું ક્યાસ લગાવવા દિલ્થીથી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના મુખ્ય અધિકારીઓની એક ટીમ આજે કંડલા આવી પહોંચે તે સંભવ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.