તંત્ર સામે અક્રોશ:ગાંધીધામના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ઘણા સમયથી પાણીનું સપ્લાય બંધ, સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત હાઉસીંગ બોર્ડ સેક્ટર નં. 5માં ઘણા સમયથી પાણીનું સપ્લાય બંધ હોવાથી પ્રજા પરેશાન છે. સ્થાનિકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રોષ સાથે જણાવ્યુ હતુ કે, આ વિસ્તારમાં પ્રાઇવેટ ટેન્કરનો ધંધો ધમધમી ઉઠ્યો છે. સેક્ટર-5નો પાણી ટ્રેન્કર વડે સેક્ટર 2,3,4માં ફેરવી નાખવામાં આવે છે. પાણી પુરવઠાના ચેરમેન દ્વારા અને વાલમેનો દ્વારા આ ભેદભાવ શા માટે કરવામાં આવે છે. તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ વિસ્તારમાં સફાઈ કામદારો પણ ઘણા સમયથી આવતા નથી. અહીંનાં લોકો પણ એટલો જ વેરો ભરે છે જેટલો બીજા સેકટર વાળા ભરે છે. જો બે દિવસની અંદર જો પાણીનો સપ્લાય ચાલુ કરવામાં નહી આવે તો જનતા સેકટર 2, 3 અને 4ના વાલ પણ બંધ કરી અને પાણી પુરવઠાના પ્રમુખના ઘરે અને નગરપાલિકા પર ધરણાં કરી આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સમયે કાસમભાઈ ત્રાયા, હિતેશભાઈ સિંઘાલા, રોહિતભાઈ સથવારા, નિતેશભાઈ લાલન, હીનાબેન જાડેજા, મીનાબેન ગોસ્વામી, ધ્રુવ સિંઘાળા, મયુરભાઈ જેઠી, જય રૂપારેલ, જયગીરી ગોસ્વામી, શકિલાબેન કુરેશી, મીનાક્ષીબેન ચેતનાબેન મહેતા સહિત અન્ય રહેવાસીઓ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...