PGVCLની નાકામી:વીજ પુરવઠો શરૂ ન થતાં આખા ગાંધીધામમાં પાણી સપ્લાય ઠપ્પ

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામબાગ સમ્પમાં લોકો પાણી આપવા મથ્યા પણ તંત્રના પેટનું પાણી ન હલ્યું
  • ગાંધીધામના શક્તિનગર જેવા કેટલાક વિસ્તારોમાં તો 24 કલાકે પણ વીજળી ન આવી, જવાબ દેવા વાળું પણ કોઇ નથી!

ગાંધીધામમાં વીજતંત્રની બદહાલ થતી પરિસ્થિતિનો અંદાજો ફરી એક વાર ગત બે દિવસમાં એક કલાકના વરસાદમાંજ આવી ગયો હતો ત્યારે શહેરભરમાં વીજસપ્લાય ઠપ્પ થયા બાદ કેટલાક વિસ્તારોમાં 24 કલાક બાદ પણ પુનઃસ્થાપિત થઈ શક્યો નહતો, અધુરામાં પુરુ આખા શહેરને જ્યાંથી પાણી સપ્લાય કરવાનું છે તે રામબાગ સંપ પાસે વીજતંત્રને વારંવાર વિનંતી છતા કોઇ ફરક્યું નહી અને પરિણામ સ્વરુપ શહેરને પાણી વિના રહેવું પડ્યુ હતું.

ગાંધીધામમાં શનિવારના સાંજે અડધા કલાક જેવો પવન, વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનો અનુભવ સંકુલએ કર્યો હતો. વર્ષોના નિયત ધારા અનુસાર થોડા સમયમાં સંકુલના મહતમ વિસ્તારોમાં વિજળી ડુલ થઈ ગઈ તો શક્તિનગર સર્વિસ રોડ જેવા કેટલાક વિસ્તારના રહેવાસીઓએ તો જણાવી રહ્યા છે કે 24કલાક બાદ પણ ત્યાં લાઈટ પુર્ણતહ આવી નથી. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે વીજતંત્રનો સંપર્ક ન થવો, ફોન ન લાગવા, અધિકારીઓના ફોન ન ઉપાડવાની રાડ તો આખો દિવસ ચાલતીજ રહી.

અધુરામાં પુરુ આખા ગાંધીધામ આદિપુર સંકુલને જ્યાંથી પાણી સપ્લાય અપાય છે તે રામબાગ સંપનું કામ પણ વીજતંત્રના ધાંધીયાઓના કારણે બંધ રહ્યું હતું. સબંધિત સુત્રોએ જણાવ્યું કે આખા શહેરનો વોટર સપ્લાય માત્ર અહીના પંપ કામ ન કરતા હોવાથી અટકેલા હોવા અંગે વારંવાર વિભાગનું ધ્યાન દોરવા છતા કોઇ ગંભીરતા ન દાખવાઈ નહતી. પરિણામ સ્વરુપ નગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન સંજયભાઈ ગર્ગએ જણાવ્યું કે વીજ સપ્લાય ઠપ્પ હોવાથી ગાંધીધામ શહેર, સેક્ટર અને આદિપુરના વિસ્તારોમાં પાણી સપ્લાય બાધીત રહેશે, કેટલીક લાઈનોમાં સીધુ સપ્લાયનો પ્રયાસ કરાયો છે, પણ તેનો લાભ આંશીક લોકોનેજ મળશે.

ટપ્પરથી આવતું પાણી રાજવી ફાટક પાસે ઓવરફ્લો થતા વેડફાયું
રામબાગ સંપ પર ટપ્પર ડેમથી આવતું પાણી આગળ પંપ ન થતા વેડફાવાની શરૂઆત થઈ હતી, જો લાઈનને બંધ કરી દેવાત તો સપ્તાહ સુધી ફરી પાણી સપ્લાયની ચેઈન બાધીત થઈ જાત. જેના પરિણામ સ્વરુપ લાઈનને બંધ કરવી પણ હિતાવહ પગલુ ન હોવાથી ટપ્પરથી આવતું પાણી ઓવરફ્લો થઈને સતત વેડફાઈ રાજવી ફાટક પાસે જાહેર સ્થળોએ બહાર ઠલવાતું રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...