અચાનક આગ ભભૂકી ઉઠી:આદિપુરમાં વોર્ડ 6 બી વિસ્તારમાં આગની ઘટનાથી દોડધામ, ઓરડીમાં રહેલો સમાન બળીને ખાક

ગાંધીધામ2 મહિનો પહેલા

આદિપુરનાં વોર્ડ નં ૬ બી વિસ્તારમાં આવેલી એક બંધ ઓરડીમાં આજે બપોરે અચાનક આગ ભભુકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેને કારણે આ વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગે આ વિસ્તારનાં રહીશોએ તાત્કાલિક નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને જાણ કરતાં ફાઈટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે ઘસી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઓરડીમાં રહેલો સરસમાન બળીને ખાક થઈ ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...