સમસ્યાનો અંત ક્યારે?:ગાંધીધામના વોર્ડ 12બીમાં પાણી, સફાઇ જેવી પ્રાથમિક સુવિધાનો કઠતો અભાવ

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્રો લખીને કંટાળેલા સ્થાનિકો પાલિકા દોડી આવ્યા
  • ‘રોડ ઉંચા થઈ જતા વરસાદના પાણી જમા રહે છે, કોઇ ધ્યાન નથી આપતું’

ગાંધીધામના વોર્ડ 12બી વિસ્તારના ઘર નં. 47 થી 51 સુધીના રહેવાસીઓએ નગરપાલિકામાં ધસી આવીને આગેવાનો પાસે પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું કે અગાઉ દસેક વાર વિસ્તારના મુળભુત પ્રશ્નો અંગે તેવો રજુઆત કરી ચુક્યા છે, પરંતુ કોઇ સમાધાન આવતું નથી.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે શહેર મધ્ય શાળા પાસેનાજ આ વિસ્તારમાં ગટરની લાઈનો ચોક થવાની સમસ્યા રહે છે, તો પાણીનો સપ્લાય નિયમીત નથી આવી રહ્ય, બીજી તરફ સફાઈ પણ નથી થઈ રહી. રોડ ઉંચા થઈ જતા વરસાદી પાણી ભરાયેલા રહે છે અને કેટલીક વાર તો ઘરમાં પણ આવી જાય છે.

લોકોએ જણાવ્યું કે આ અંગે તેવો અગાઉ દસેક વાર અલગ અલગ સ્તરે પત્ર વ્યવહાર કરી ચુક્યા છે, પરંતુ કોઇ સમાધાન આવતું પ્રતિત ન થતા વિસ્તારના પ્રતિનીધી મંડળ તરીકે તેવોએ આવીને પોતાની વ્યથા ઠાલવી હતી. નોંધવુ રહ્યું કે પાલિકામાં મોરચાઓ આવવાનો સીલસીલો સતત ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ રોટરીનગર વિસ્તારના રહીશો પણ પાણી ન આવતું હોવા મુદ્દે મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...