તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગાંધીધામનાં ટાગોર રોડ પર 7 બાળકો એક્ટીવા લઈ નિકળ્યા હોય તેવો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોઇપણ દેશમાં વાહન ચલાવવા માટે થોડા નિયમો હોય છે, જે લોકો વાહન ચલાવે છે તેને આ નિયમોની જાણકારી હોવી જોઈએ. જો આ નિયમ ભંગ કરવામાં આવે તો તેના માટે દંડની પણ જોગવાઈઓ કરવામાં આવી હોય છે.
વાહન ચલાવવાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ
ભારતમાં ટ્રાફિક માટે પણ ઘણા કડક નિયમો છે. ભારતમાં વાહન ચલાવવાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વાહન ચલાવવું ગેરકાયદેસર છે. પરંતુ ઘણીવાર જોવામાં આવે છે કે, 18 વર્ષથી નાની ઉંમરના બાળકો પણ આજકાલ રસ્તાઓ પર વાહન ચલાવે છે. માતા-પિતા પણ બાળકોને આ કરવાની છૂટ આપે છે, પરંતુ તેના લીધે તેઓ બાળકોના જીવ જોખમમાં મૂકે છે. જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના તમારા બાળકોને વાહન ચલાવવાની મંજૂરી આપો છો, તો તમને ભારે દંડ સાથે જેલની સજા પણ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.