ક્રાઇમ:ગાંધીધામ-આદિપુરમાં વાહન ચોરનો કહેર જારી, 4 બાઇક ઉપડી

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચોરી કરતી ગેંગની સક્રિયતાથી લોકો પરેશાન

ગાંધીધામ અને આદિપુર સંકુલમાં પોલીસ વાહન ચોરીનો ભેદ ઉકેલતી હોવા છતાં પણ વાહન ચોરોનો કહેર સતત જારી રહ્યો છે જેમાં ગાંધીધામ અને આદિપુરમાં થયેલી 4 બાઇક ચોરી પોલીસ ચોપડે નોંધાઇ છે. અંતરજાળ રહેતા અને વોપેક કંપનીમાં કસ્ટમર સર્વિસ એક્ઝ્યુકેટિવ તરીકે ફરજ બજાવતા હરીશભાઇ ઇશ્વરનાથ ઝા તા.5/9 ના રાબેતા મુજબ તેમના ભાઇની માલિકીની રૂ.70,000 ની બાઇક ઓશિયા મોલ પાસે પાર્ક કરી ક઼પનીની બસમાં નોકરી પર ગયા હતા સાંજે સાડા સાત વાગ્યે પરત ફર્યા ત્યારે બાઇક જોવા ન મળતા઼ તેમણે જાતે શોધખોળ કરી પરંતુ ભાળ ન મળતાં આ બાઇક ચોરી થઇ હોવાની ફરિયાદ તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

અંજારના માથક રહેતા ટ્રાન્સપોર્ટર ભાવેશભાઇ પાંચાભાઇ કરશનભાઇ ડાંગરે ગાંધીધામના નિલકંઠ ચેમ્બર્સમાં આવેલી પોતાની ઓફિસ બહાર તા.1/9 ના સવારે 10 વાગ્યે પાર્ક કરેલી રૂ.25,000 ની કિંમતની બાઇક ચોરી થઇ હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

ગાંધીધામ એસડીએક્સ-77 સાઉથમાં રહેતા અંશ બેકરીના માલિક નરેશભાઇ દોલતરામ ખુશાલાણીએ તા.6/9 ના રાત્રે એક વાગ્યે પોતાની રૂ.20,000 ની કિંમતની બાઇક ઘર પાસે પાર્ક કરી હતી. તા.7/9 ના સવારે 6 વાગ્યે બહાર આવીને જોયું તો બાઇક જોવા મળી ન હતી. જાતે તપાસ કરી પણ ભાળ ન મળતાં તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તો અંજારના મેઘપર કુંભારડી રહેતા હિરેનગીરી હંસાગીરી ગોસ્વામીએ આદિપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની માલીકીની રૂ.10,000 ની કિંમતની બાઇક તેમના નાના ભાઇ વિજગીરીએ તા.3/9 ના સવારે 5 વાગ્યે આદિપુર બસ સ્ટેશન પાછળના ભાગે પાર્ક કરી તે બપોરે બે વાગ્યા સુધીમાં ચોરી થઇ હોવાનું તેમણે આદિપુર પોલીસ મથકે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...