ચોરી:મેઘપર-બો.માં 4.62 લાખના વિજાણુ ઉપકરણો ચોરાયા

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના મેઘપર-બો.ની ઇલેક્ટ્રિક દુકાનની આજુ-બાજુ સાધન ગોઠવી ગયા બાદ દુકાનમાં ખાતર પાડી રૂ. 4.62 લાખના મોટર અને કેબલ વાયર ચોરી કરી જવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી આદિપુર ખાતે રહેતા અને મેઘપર-બો.ની અંબિકા સોસાયટીમાં અમરનાથ ઇલેક્ટ્રિકના નામે દુકાન ચલાવતા રમેશભાઈ બળવંતભાઈ ચૌધરીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તેમની દુકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા દુકાનના પાછળના ભાગેથી પ્રવેશ કરી દુકાનના આજુ-બાજુ સાધનની ગોઠવણી કરી બાદમાં ફરી દુકાનમાં પ્રવેશ કરી રીપેરીંગમાં આવેલી રૂ. 78 હજારની 6 મોટરો, ભંગારના ભાવે લીધેલી રૂ. 1.74 લાખની 11 મોટરો, ઉપરાંત રૂ. 2,10,000 મળી કુલ રૂ. 4,62,973ની મત્તા ચોરી જવામાં આવી હતી. આ બનાવ અંગે ફરિયાદી દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

રાપરમાં પ્રા.શાળા પાસે કરિયાણાની દુકાનમાંથી 1.31 લાખની માલમત્તા ઉસેડાઇ
રાપરના મંજુવાસમાં રહેતા 80 વર્ષીય વાલાભાઇ ગંગદાસભાઇનો પુત્ર જીગર પ્રાથમિક શાળા પાસે કરીયાણાની દુકાન ચલાવે છે તા.5/8 ના રાત્રે 9 વાગ્યે જીગર તેમને દુકાનની ચાવી આપી ગામના બીજા ઘરે સૂવા ગયો અને તેઓ દુકાન પાછળઆવેલા ઘરમાં સુતા હતા. તા.6/8 ના સવારે છ વાગ્યે તેઓ દુકાન પાસે આવ્યા તો શટરના તાળા તુટેલા હતા. અંદર તપાસ કરી તો કાઉન્ટરમાં રાખેલી રૂ.9,770 રોકડ, કબાટમાં રાખેલી રુ.80 હજારની કિંમતની સોનાની ચેઇન, રૂ.40 હજારની કિંમતની બે વીંટીઓ, રૂ.600 ની કીંમતની 15 કિલો ખાંડ અને રૂ.800 ની કિંમતની બે કિલો ચા મળી કુલ રુ.1,31,170 ની માલ મત્તા તસ્કરો ચોરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...