મેગા વેક્સિનેશન ડ્રાઈવ:ગાંધીધામમાં કોરોના રસીકરણ કામગીરી હાથ ધરાઈ, 8000 લોકોનું લક્ષ્યાંક પૂરું થાઈ તેવી આશા

ગાંધીધામ2 મહિનો પહેલા

ગાંધીધામ તાલુકામાં આજે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર દિનેશ સુતરીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બપોરે 1:00 વાગ્યા સુધીમાં 3000 લોકોએ રસીકરણ કરાવ્યું છે. સાંજ સુધીમાં 8000 લોકોનું લક્ષ્યાંક પૂરું થઈ જાશે તેવી આશા તેઓએ દર્શાવી હતી.

આ સ્થળો પર વેક્સિનની કામગીરી હાથ ધરાઈ
આ ઉપરાંત 18થી ઉપરના માટે પ્રથમ ડોઝ, બીજો કે બુસ્ટર ડોઝ માટે રામબાગ હોસ્પિટલ, તમામ અર્બન હેલ્થ સેન્ટર, કિડાણા, મીઠીરોહર, આદિપુરમાં પાંજોઘર શીવમંદિર, લોહાણા સમાજવાડી, આશાપુરા મંદીર, કેસર નગાના ચબુતરા પાસે, જૈન આચાર્ય અજમેર સરસ્વતી સ્કુલ ગાંધીધામમાં ગુરુકુળની બ્લડબેંક , ઈફ્કો કોલોની, આનંદમાર્ગ સ્કૂલ, લાયન્સ ક્લબ, ઓસ્લો અંબાજી મંદીર, ગ્રીન હિલ સ્કુલ, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જગજીવન નગર, ટીમ્બર ભવન, અગ્રવાલ સેવા સમાજ, શિવાજી પાર્ક પાસે પ્રાથમિક શાળા, રેલવે હોસ્પિટલ, લીલાશાહ સર્કલમાં કચ્છ ફાર્મસી, મીઠીરોહરમાં શ્રીયામ પાવર, ગળપાદરમાં સેંટર, પડાણા સબ સેન્ટર, ચુડવામાં અગ્રવાલ ટીમ્બર, એ.વી. જોશી કંપની, ગળપાદર સબ સેન્ટર, ગળપાદર જેલ, કિડાણાની પ્રાજ કંપની, અંતરજાળ, શિણાય, કંડલા અને આત્મીય વિધાપીઠમાં સ્થળ પર કોવીશીલ્ડ વેક્સિન આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...