ચોરો આખી બોલેરો ગાડી ઉઠાવી ગયા:ગાંધીધામના સેક્ટર-5માં ઘર પાસે રહેલી ગાડીની ઉઠાંતરી કરી અજાણ્યા ઈસમો રફૂચક્કર

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રિના સમયે કોઇ શખ્સોએ ગમે તે રીતે આ વાહન ચાલુ કરી તેની ચોરી કરી હતી

ગાંધીધામ શહેરના સેક્ટર-5માં ઘર પાસે પાર્ક કરાયેલી રૂા. બે લાખની બોલેરોની ચોર શખ્સોએ ચોરી કરી હતી.

રાત્રિના સમયે વાહનની ઉઠાંતરી કરી
ગાંધીધામના સેક્ટર-પાંચમાં પ્લોટ નંબર 676 માં રહેતા તથા દીનદયાળ પોર્ટ ઓથોરીટીમાં કામ કરતા આત્મારામ મેઘજીભાઈ મહેશ્વરીને ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ભાઈ શંકરભાઇને તેમના ઘર પાસે ગઇકાલે રાત્રે બોલેરો નંબર જી.જે 12 એ.કે. 2766 વાળી પાર્ક કરી હતી. આજે સોમવારે સવારે ફરિયાદી જાગતાં તેમના ઘર પાસેથી આ વાહન ગુમ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે કોઇ શખ્સોએ ગમે તે રીતે આ વાહન ચાલુ કરી તેની ચોરી કરી હતી. આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...