ચોરીની ઘટના CCTVમાં કેદ:ગાંધીધામમાં પાર્ક કરેલ બાઈકની ઉઠાંતરી કરી અજાણ્યા શખ્સો ફરાર; પોલીસ ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ19 દિવસ પહેલા

ગાંધીધામ સંકુલમાં વાહન ઉઠાંતરી કરતી ટોળકી વર્ષોથી સક્રિય છે. તેની ઉપર સદંતર અંકુશ મેળવવામાં પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેનો પુરાવો શહેરમાં પ્રતિદિન પોલીસ ચોપડે નોંધાતા વાહન ચોરીના ગુનાઓ છે. ગુનાઓના પ્રમાણ સામે ડિટેકશનનું પ્રમાણ ખૂબ ઓછું નજરે ચડે છે. ત્યારે વધુ એક વાહન ચોરી થઈ હોવાનું સામે આવ્યુ છે.

બાઈક ચોરોની ઘટના CCTVમાં કેદ
આ અંગે મળતી પ્રાપ્ત વિગતો મુજબ સેકટર-7માં રહેતા કિશોરભાઈ મહેશ્વરીએ તેમને પોતાનું વાહન રોયલ ઈનફિલ્ડ 350 સ્ટાન્ડર્ડ જીજે 12-ઈડી-3323 ગત રાત્રે સેકટ૨-1એમાં આવેલ ગાયત્રી મંદિર રોડ પર ગાયત્રી ફર્નીચરના સામે પાર્ક કરેલ હતું. જેને કોઈ અજાણ્યા ઈસમોએ ચોરી કરી નાસી ગયા હતા. બાદમાં નજીકનાં દુકાનમાં લાગેલ સીસીટીવીની તપાસ કરતાં 8:50 કલાકે ત્રણ અજાણ્યા ઈસમો બાઈક પર આવી અને તેમની ગાડી લઈ ફરાર થાય છે. આ અંગે તેમને પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરેલ છે.

બાઈક ચોરી ઘટનામાં દિવસે-દિવસે વધારો
છેલ્લા કેટલાક સમયથી સંકુલમાં બાઇકની ઉઠાંતરી થઈ રહી છે, તેમ છતાં પણ હજુ સુધી પોલીસના હાથમાં આ બાઇક ચોરો આવ્યા નથી. જોકે બાઇક ચોરને પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ દરરોજ અલગ-અલગ વિસ્તારોમાંથી બાઇકની ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...