તસ્કરોનો ત્રાસ:ગાંધીધામના કિડાણાની વાડીમાંથી રૂપિયા 20 હજારના કેબલની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકે 225 મીટર કેબલ વાયર ચોરીની ફરીયાદ નોંધાઈ

ગાંધીધામનાં કિડાણા ગામમાં આવેલ એક વાડીનાં કુવામાંથી લાગેલી મોટરનાં 20 હજારની કિંમતનાં કેબલ કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી ગયા હોવાની ફરીયાદ નોંધાઈ હતી.

12 એમએમના 225 મીટર કેબલ વાયર ચોરીની ફરીયાદ નોંધાઈ
આ અંગે ગાંધીધામ બી-ડીવીઝન પોલીસ મથકે ખેતી સાથે જોડાયેલા ગોવિંદભાઈ રૂડાભાઈ આહિરે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, કિડાણામાં તેમની વાડીની બાજુમાં કુવો આવેલો છે. ગત 31મી જુલાઈની સવારે જોતાં પાણીની મોટરનો 30 મીટર જેટલો કેબલ વાયર જોવામાં આવ્યો ન હતો. આ સાથે અન્ય 10 ખેડૂતોએ પણ કૂવામાં નાખેલો કેબલ તીક્ષ્ણ હથિયાર વડે કાપીને ચોરાઈ ગયો હોવાનું સામે આવતાં અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ 20 હજારની કિંમતનાં 12 એમએમના 225 મીટર કેબલ વાયર ચોરીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે રાબેતા મુજબ અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...