હત્યા:બે વર્ષે પહેલા પિતાને જ્યાં માર્યા હતા, ત્યાં જ બે ભાઈએ યુવકની કરી હત્યા

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી ચીરઈની ઘટના, બબલુ-ડબલુ યાદવે માર મારતાં મોત
  • ‘મેરે પિતાજી કો ક્યુ મારા?’ કહીને રાતે રુમ બંધ કરી ધોકાથી માર માર્યો

ભચાઉ તાલુકાના મોટી ચીરઈમાં આવેલી પ્લાયવુડ કંપનીમાં બે ભાઈઓએ સગામાંજ થતા એક યુવકને ફોસલાવીને અન્ય સ્થળ લઈ જઈને રાત્રીના ધોકાઓ વડે ઢોર માર મારી મોત નિપજાવ્યું હતુ. બે વર્ષ પહેલાજ તેજ કંપનીમાં બન્ને આરોપીઓના પિતાને મૃતકે માર માર્યો હોવાનો રોષ રાખીને આ કૃત્ય આચરાયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

ભચાઉ પોલીસ મથકે ગામાભાઈ જામુન રાય યાદવે આરોપીઓ ડબલુકુમાર ઉમેશ રાય અને બબલુકુમાર ઉમેશ રાય સામે તેમના ભત્રીજાની હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ નોંધાવતા ગામાભાઈએ કહ્યું મૃતક તેમના ભત્રીજા દિનાનાથ નારાયણ રાય છેલ્લા ત્રણેક મહિનાથી વિજય ટીમ્બરમાં મજુરીકામ કરે છે. બે વર્ષ પહેલા તેણે કોઇ કારણોસર આરોપીઓના પિતાને લાલસન કંપનીમાં માર મારી ઈજા પહોંચાડી હતી, પરંતુ ત્યારબાદ સમાધાન પણ થઈ ગયું હતું. પરંતુ ગત 2જી જાન્યુઆરીના રાત્રે આરોપીઓએ મૃતકને ફોસલાવીને કોઇ રીતે પોતાની સાથે લાલસન કંપનીમાં લઈ જઈને એક ઓરડીમાં અન્યો સાથે સુવડાવી દીધો હતો. પછી રાત્રીના અચાનક બન્ને ભાઈઓ ધોકા સાથે ઓરડીમાં ધસી આવ્યા અને દિનાનાથને ઢોર માર મારવા લાગ્યા હતા.

સુતેલા વ્યક્તિઓએ પણ તેનો બચાવ કરવાની કોશીષ કરતા તેના સાથળ પર પણ ધોકો મારી દીધો હતો. આરોપી બન્ને ભાઈઓએ ઓરડીને અંદરથી બંધ કરીને યુવકને' મેરે પિતાજી કો ક્યુ મારા' કહીને માર મારવાનું ચાલુ રાખ્યુ હતું. થોડા સમય બાદ બહાર નિકળીને બન્ને પોતાની ઓરડીમાં ચાલ્યા ગયા. અન્યોએ આવીને જોયુ તો બેહોશીની હાલતમાં દિનાનાથ હતો, આરોપીમાંથી એકે જ 108ને જાણ કર્તા તે આવી ને તમામ ભચાઉ દવાખાને લઈ ગયા હતા, જ્યાં દિનાનાથને મૃત જાહેર કરાયો હતો. પોલીસે બન્ને ભાઈઓ સામે ગુનો નોંધીને બન્નેની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...