ચોરી:પધ્ધર-ભચાઉ વચ્ચે ટ્રેઇલરમાંથી 3.86 લાખના બે ટાયર ચોરાયા

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીકેટી કંપનીમાંથી ભીલવાડા રોડર અર્થ મેક્સના ટાયર લઇ જતી વેળાએ બન્યો બનાવ

ભુજ તાલુકાના પધ્ધર પાસે આવેલી બીકેટી કંપનીમાંથી ટ્રેઇલર મારફત ભીલવાડા જઇ રહેલા રોડર અર્થ મેક્સના રુ.3.86 લાખના બે ટાયરોની ચોરી થઇ હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે ગાંધીધામની એઆરસી કંપનીના ટ્રાફિક મેનેજરે ભચાઉ પોલીસ મથકે નોંધાવી છે.

મુળ રાજસ્થાનના હાલે ગાંધીધામ સ્થિત એઆરસી લિ. કંપનીમાં ટ્રાફિક મેનેજર તરીકે ફરજ બજાવતા જગદિશપ્રસાદ રામેશ્વરલાલ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.23/4 ના રાત્રે 10 વાગ્યે ગાંધીધામની શ્રીજી ટ્રાન્સપોર્ટના ટ્રેઇલરમાં તેમની એઆરસી કંપનીથી બાલ ક્રિષ્ના ઇન્ડ્રસ્ટ્રીઝ લિ.ના રોડરના અર્થ મેક્સના 20.5 આર 25 ના 14 ટાયર પધ્ધર પાસે આવેલી બીકેટી કંપનીમાંથી લોડ કરી ટ્રેઇલર ચાલક રાજેશ સુવાલાલ ગુજ્જર નિકળ્યો હતો.

ભચાઉ પાસેના એમ.કે. ઠક્કર પેટ્રોપમ્પ પર ડિઝલ ભરાવવા ટ્રેઇલર ઉભું રાખ્યું ત્યારે ટ્રેઇલરનો પાછળનો બેલ્ટ કપાયેલો હતો. ડ્રાઇવરે ચેક કરતા઼ બે ટાયર ઓછા હતા. આ બાબતે તેણે પોતાની ટ્રાન્સપોર્ટ કંપનીને જાણ કરી હતી. ટ્રાન્સપોર્ટ પેઢીએ તેમની કંપનીના મેનેજમેન્ટને જાણ કરી હતી. કંપની દ્વારા પધ્ધર થી ભચાઉ સુધી તપાસ કરી પરંતુ ટાયરની કોઇ ભાળ ન મળતાં તેમણે ભચાઉ પોલીસ મથકે ટ્રેઇલરમાંથી રૂ.3,86,088.96 ની કિંમતના રોડરના અર્થ મેક્સના બે ટાયર ચોરી થયા હોવાની ફરીયાદ નોંધાવી હતી.પીએસઆઇ એમ.એમ.જોષીએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...