આરોગ્યની સુવિધામાં વધારો થશે:ગાંધીધામમાં વધુ બે નવા અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરાશે, લોકોને વધુ સારી સુવિધાઓ મળશે

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામની વધતી જનસંખ્યાના આધારે પ્રસ્તાવિત વધુ બે અર્બન હેલ્થ સેન્ટરના શરૂ કરવા માટે આખરે રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે. જેના કારણે હવે સપનાનગરના જગજીવન નગર અને મહેશ્વરીનગરમાં પણ આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે.

હાલ શહેરનાં ગણેશનગર, ભારતનગર, કાર્ગો વિસ્તાર, આદિપુરના 4 બી અને 54 બજાર આમ 5 સ્થળોએ અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત છે. જેમાં વધતી જનસંખ્યાના અને વિસ્તારોને ધ્યાનમાં રાખીને નવા બે શહેરી આરોગ્ય કેન્દ્રની જરૂરીયાત હોવાનો પ્રસ્તાવ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા કરવામાં આવ્યો હતો. જેને મંજુરી મળતા હવે જગજીવન નગર અને મહેશ્વરી નગરમાં પણ અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે. સંકુલમાં વધુ બે હેલ્થ સેન્ટર બનતા લોકોને વધુ સારી સુવિધાઓ મળી શકશે તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...