ગાંધીધામમાં હપ્તાખોરો બેફામ બન્યા:કાસેઝમાં ધંધો કરવા હપ્તો આપવો પડશે કહી બે શખ્સોએ યુવાનને માર માર્યો, ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના કાસેઝમાં કામ ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે કહી ભાઇગીરી કરનાર શખ્સને હપ્તો આપવાનો ઇન્કાર કરનાર લેબર કોન્ટ્રાક્ટરને લાકડીથી માર મારી જાતિગત અપમાનિત કરાયા હોવાની ઘટના બહાર આવવા પામી છે.

મુળ બનાસકાંઠાના હાલે કિડાણા રહેતા અને કંડલા સ્પેશીયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ફ્લેક્સ એપ્રલ નામની કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા 33 વર્ષીય ભરતભાઇ મગનભાઇ પંડ્યા મંગળવારે સાંજે કાસેઝમાંથી કામ પતાવી ઘરે જવા નીકળ્યા હતા. તેઓ લાલગેટ પાસે નાસ્તો લેવા ઉભા રહ્યા હતા. તે દરમિયાન ફોર વ્હીલરમાં એક અજાણ્યા ઇસમ સાથે કિડાણા રહેતો અનવર અબ્દુલ ચાવડા ત્યાં આવ્યો હતો. તેણે આવીને જો ઝોનમાં કામ ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે કહી હપ્તાની માંગ કરી હતી. તેમણે પોતે કાયદેસરનો ધંધો કરતા હોવાનું જણાવી હપ્તો આપવાનો ઇન્કાર કરતાં જ ઉશ્કેરાયેલા અનવરે તેની સાથે આવેલા શખ્સ પાસેથી તાર વાળી લાકડી લઇ માર માર્યો હતો. પેલા શખ્સ લાકડી લઇ લીધી તો રેંકડીમાં રહેલી છરી લેવા ગયો તો રેંકડી પર હાજર લોકોએ તેની પાસેથી ઝૂંટવી લીધી હતી.

ત્યારબાદ અનવરે તારે જેને ફોન કરવો હોય તેને કરી લેજે પણ પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જાતિ અપમાનિત પણ કર્યો હતો. અનવર અને અજાણ્યા ઇસમ વિરુધ્ધ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. એટ્રોસિટિ એક્ટ તળે નોંધાયેલા આ ગુનાની તપાસ ડીવાયએસપી એમ.પી. ચૌધરી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...