ક્રાઇમ:ગાંધીધામમાં સગીરાના અપહરણની બે ઘટના નોંધાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેડીએલબી કોલોની અને જુની સુંદરપુરીનો બનાવ

ગાંધીધામની કેડીએલબી કોલોની અને જુની સુંદરપુરી વિસ્તારમાં એમ બે સગીરાના અપહરણની ઘટનાઓ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

કેડીએલબી કોલોની પાસેથી થયેલા અપહરણમાં સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની 17 વર્ષ 5 માસની સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી પોતાના વાલીપણામાંથી કોઇ અજાણ્યો ઇસમ ગત રાત્રે 12 થી પરોઢે 3 વાગ્યા દરમિયાન અપહરણ કરી ગયો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.

તો જુની સુંદરપુરી વિસ્તારથી પોતાની 15 વર્ષ 11 માસ ની સગીર વયની દિકરીને કોઇ અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી તા.8/5 ના સવારે 9 થી 3 વાગ્યા દરમિયાન પોતાના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાનું સગીરાના પિતાએ જણાવી પ્રથમ જાતે તપાસ કરી રહ્યા હોવાને કારણે ફરિયાદ મોડી નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. એ-ડિવિઝન પોલીસે બન્ને ફરિયાદોને ધ્યાનમાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...