8 વિરૂધ્ધ ગુનો:હલરામાં બે સાઢુભાઇ બાખડ્યા, એકે ધારિયાના ઘા ઝીંકી હત્યાનો કર્યો પ્રયાસ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છમાં મારામારી, હુમલાના 6 બનાવમાં 7 ઘાયલ : 8 વિરૂધ્ધ ગુનો
  • નંદાસરમાં પાણીનું ટેન્કર ભરવા મુદ્દે બે જણા ઉપર લાકડીથી હુમલો

પૂર્વ કચ્છમાં હુમલા અને મારામારીની 6 ઘટનામાં 7 ઘાયલ થયા હતા અને 8 વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો, જેમાં હલરામાં બે સાઢુભાઇ જુની અદાવતમાં બાઝ્યા બાદ એકે બીજાને માથામાં ધારિયાના મરણતોલ બે ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની તો રાપર તાલુકાના નંદાસર ખાતે પાણીનું ટેન્કર ભરવા મુદ્દે બે જણાને લાકડીથી માર મરાયો હોવાની, સાથે શિકારપુર, મેઘપર ખાતે પણ મારામારીની ઘટનાઓ નોંધાઇ છે.

હલરા વાડી વિસ્તારમાં રામજી રતાભાઇ પટેલની વાડીમાં રહી મજુરી કરતા લક્ષ્મીબેન નિલેશ કોલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિ નિલેશ અને રાપરના ત્રાંબૌ રહેતા લખા રામશી કોલી વચ્ચે અગૌ થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી ગત રાત્રે સાડા આઠ વાગ્યે લખાભાઇએ ઘરમાં પ્રવેશ કરી નિલેશને મારી નાખવાના ઇરાદે ધારિયાના બે ઘા માથા઼મા઼ ફટકારી દેતાં બેભાન હાલતમાં નિલેશને સારવાર તળે ખસેડાયો છે.

આ બાબતે સામખિયાળી પોલીસે આપેલી વિગતો મુજબ ઘારીયું મારનાર અને ઇજા પામનાર બે સાઢુભાઇ થાય છે. આ ફરિયાદના આધારે ભચાઉ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે. રાપર તાલુકાના નંદાસર રહેતા 42 વર્ષીય ખેડૂત અબ્દુલ સુજાજી સમાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અને ખાનજી રાજુજી સમા બબાભાઇની વાડીએ રાત્રે 9 વાગ્યે હતા ત્યારે ગામમાં જ રહેતા ઇસ્માઇલ દાનસંગજી સમાએ આવીને પાણીનું ટેન્કર ભરવા મુદ્દે તું શુ કામ પાણી ભરે છે? કહી ગાળો બોલતાં તેને ગાળો બોલવાની ના પાડી તો લાકડી વડે તેમને તથા ખાનજીને માર મારી માથામાં ઇજા પહોંચાડી હોવાનું તેમણે જણાવ્યું હતું.

પીઆઇ વી.કે.ગઢવીએ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તમામ કિસ્સાઓમાં આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને સત્યતા તપાસવા તપાસ હાથ ધરી હતી. નોંધવું રહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી મારામારીની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે.

મેઘપરમાં ભાવિ જમાઇએ લગ્ન કેમ નથી કરતા કહી સાસુને છરી ઝીંકી
ભચાઉ તાલુકાના મેઘપર વાડી વિસ્તારમાં રહેતા જીવતીબેન તુલસીભાઇ કોલીએ ભચાઉ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાપરના સેલારી ખાતે રહેતા હરેશ પુના આડેસરાએ તમારી દિકરી સાથે તમે બે વર્ષ પહેલાં સગાઇ કરી છે તો પરણાવતા કેમ નથી ? કહી ભેઠમાં રાખેલી તેમની દિકરીને મારવા જતાં તેઓ વચ્ચે આવી જતાં તેમને ઇજા પહોંચી હતી. ભાવી જમાઇએ દિકરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાપરમાં ટક્કર મારી આર્કિટેકની કારમાં તોડફોડ કરી ધોકા ફટકારાયા
રાજકોટ રહેતા 31 વર્ષીય આર્કિટેક ધર્મેન્દ્રભાઇ વાલજીભાઇ સોલંકી તા.15/5 ના રોજ રાપર આવ્યા હતા ત્યારે તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અયોધ્યાપુરી પાસે સામેથી આવેલા બોલેરો ચાલકે તેમની કારમાં ટક્કર મારી પ્રકાશ મનજી માલી અને એક અજાણ્યો ઇસમ ધોકા લઇને ઉતર્યા હતા અને તેમને ધોકા ફટકારી ઇજાઓ પહોંચાડી હતી. તેમણે ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમણે બીજીવારના લગ્ન બાદ પત્નીના આડા સબંધોની જાણ થયા બાદ છૂટાછેડા આપ્યા હોવાનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શિકારપુરમાં નાના બાળકોના ઝઘડા બાદ મોટેરા બાખડ્યા,મહિલાને લાકડી મરાઇ
ભચાઉ તાલુકાના શિકારપુર રહેતા શેરબાનુ અયુબભાઇ લધાભાઇ જાબાઇએ સામખિયાળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત સાંજે તેમનો 10 વર્ષીય પુત્ર અશગર અને પડોશમાં રહેતા મોગો હુસેન જાબાઇનો 11 વર્ષીય મૂંગા તરીકે ઓળખાતો મૂક પુત્ર બાથંબાથ આવી ગયા હતા તેમને તેઓ છોડાવી રહ્યા હતા તે દરમિયાન આવેશ આદમ જાબાઇ, રફિક અહેમદ ત્રાયા અને રેમતુલ્લા હુસેન જાબઇ તેમને ગાળો આપી લાકડી, લાત અને ધક બુશટનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

વરસામેડીમાં મહિલાને ધોકા વડે માર મરાયો
અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ અંબાજી નગર-9માં રહેતી મહિલાને માર મારવામાં આવ્યો હતો. આરોપી પીન્ટુભાઇ, રાજેશભાઈ, રાકેશભાઈ અને તેની સાથે આવેલા અન્ય ઇસમોએ સાથે મળી 25 વર્ષીય ગુડિયાદેવી કનૈયા ભગતને ધોકા અને બેટ વડે માર માર્યો હતો. જેથી તેને સારવાર અર્થે આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બનાવ બાદ અંજાર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે જાણવાજોગ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...