ગાંધીધામ શહેરનાં ટાગોર રોડ પર તનિષ્ક જ્વેલર્સના શૉ આગળ પાર્ક કરેલી કારનો કાચ તોડી અજાણ્યાં ઈસમો ૧.૧૦ લાખ રોકડાં, ૫૦ હજારની કિંમતના બે લેપટોપ અને એક મોબાઈલ ચોરી ગયા હોવાની બહાર આવ્યો છે. શુક્રવારે બપોરે દોઢથી બેના અરસામાં ટ્રાફિક અને લોકોની અવરજવરથી ધમધમતાં વિસ્તારમાં થયેલી ચોરીના પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
અંજારના બુઢારમોરામાં સ્ટીલ ફેક્ટરી ધરાવતાં અને વરસામેડી રાજવી રેસિડેન્સીમાં રહેતાં અમિત ચક્રવર્તી તનિષ્ક શૉરૂમના ઉપરના માળે આવેલ શિવ શિપિંગ પેઢીમાં બીઝનેસ મિટીંગ અર્થે આવ્યાં હતા. વોલ્વો કા૨ને તેમણે શૉરૂમ આગળ પાર્ક કરી હતી. કારની પાછળ સીટમાં રાખેલી બે બેગ પૈકી એક બેગમાં એપલ કંપનીના બે લેપટોપ અને અન્ય બેગમાં 1.10 લાખ રોકડાં તેમ એક મોબાઈલ ફોન રાખ્યાં હતા. કારને લૉક કરી તે મીટીંગ કરવા ગયા હતા. અડધા કલાક બાદ આવીને જોયું તો ડ્રાઈવર સાઈડનો કાચ તોડીને કોઈ અજાણ્યો ઈસમ બંને બેગ ચોરી ગયો હતો. કાચ તૂટવાથી કારને પણ નુકસાની થઈ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.