વિદેશી દારૂ ઝડપાયો:કચ્છ આવતા 50.88 લાખના વિદેશી દારૂ સાથે બે પકડાયા

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેપ કચ્છ પહોંચે તે પહેલાં પીપરાળા ચેકપોસ્ટ પર ખુલ્લી પડી
  • સાંતલપૂર પોલીસે ટ્રક, રોકડ સહિત 65.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજસ્થાનથી કચ્છ ભૂંસાની બોરીની આડમાં આવી રહેલા રૂ.50.88 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે બે જણાને સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પાસે પકડી ખેપ કચ્છ પહોંચે તે પહેલાં નિષ્ફળ કરી હતી. સાંતલપુર પોલીસ મથકના પીઆઇ એન.ડી.પરમારે આપેલી વિગતો મુજબ, તેમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાનના જોધપુરથી ટ્રક મારફત કચ્છ તરફ વિદેશી દારુનો જથ્થો જઇ રહ્યો હોવાની બાતમીના આધારે પીપરાળા ચેકપોસ્ટ પર વોચ ગોઠવાઇ હતી. તે દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતાં તેની તલાશી લેવામાં આવી હતી.

તલાસી દરમિયાન ડાંગરના ભૂંસાની 168 બોરી નીચે દારૂની 1115 દારૂની પેટી મળી આવતાં કુલ રૂ.50,88,200 ની કીંમતના વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની 12,118 બોટલો સાજે ટ્રક, બે મોબાઇલ અને રૂ.19,000 રોકડ મળી કુલ રૂ.65,58,440 ના મુદ્દામાલ સાથે ધમારામ અમરારામ ચૌધરી અને તેના ભાઇ પ્રકાશ અમરારામ ચૌધરીની અટક કરી વધુ પુછપરછ હાથ ધરાઇ છે. પીઆઇ પરમારે જણાવ્યુ઼ હતું કે આ દારુનો જથ્થો કચ્છની ચેકપોસ્ટ સુધી પહોંચ્યા બાદ ફોન કરી તે સ્થળે પહોંચાડવાનો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પુછપરછ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...