કાર્યવાહી:18 કરોડની સિગારેટ સ્મગલિંગ માટે ગાંધીધામથી બેની ધરપકડ

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 શિપિંગ એજન્ટોને મોડી રાત્રે મુંદ્રા કોર્ટ લઈ જવાયા
  • મુંદ્રા​​​​​​​ પોર્ટ પર ચાદર હોવાનું કહીને દુબઈથી 84 લાખ સિગારેટ લાવ્યા હતા

ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા શુક્રવારના રાત્રે મુંદ્રા પોર્ટ પર સિગારેટ સ્મગલીંગના કેસમાં ગાંધીધામથી બે શિપિંગ એજન્ટોની ધરપકડ કરી હતી. બન્નેને રાત્રેજ મુંદ્રા લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બન્ને એજન્ટો મુળરુપે બહારના હોવાનું પણ ગાંધીધામમાં ઓફિસ ધરાવતા હોવાથી અહીથી પણ કાર્ય સંભાળતા હોવાનું સામે આવ્યું હતું.

ગત મહિને 1લી એપ્રીલના દુબઈથી મુંદ્રા પોર્ટ આવી ચડેલા એક વેસલમાંથી નિશ્ચિત કન્ટેનર અનલોડ થયાનું સામે આવ્યું, અને ડીઆરઆઈની ટીમ સ્થળ પર ધસી જઈને તે કન્ટેનરને ઓલ કાર્ગો સીએફએસ મા ખસેડી ગઈ હતી. આ કન્ટેનર દુબઈ થી લોડ થઈને ઈંગ્લેન્ડના લિવરપૂલ પોર્ટ જઈ રહ્યું હોવાનું પેપર્સમાં જણાવાયું હતું અને તેની અંદર બેડશીટ એટલે કે ઓછાડ, ચાદર હોવાનું ડિક્લેર કરાયું હતું. પરંતુ તેમા બીજુજ કશું હોવાની બાતમી અનુસાર જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેમાં બેડશીટ એક પણ નથી અને આખુ કન્ટેનર પ્રાઈમની મોંઘી સિગારેટના બોક્સથી ભરેલું છે.

સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર નિકાસકાર દુબઈની જેએકેસએસ જનરલ ટ્રેડીંગ કંપની છે, તો આયાતકાર લક્ઝરી બેડીંગ ગૃપ પ્રા. લી. છે. ડીઆરઆઈ દ્વારા જથ્થાની મોડી રાત સુધી ગણના કરતા કુલ 84 લાખ થી વધુ મોંઘી બ્રાંડેડ સિગારેટની સ્ટીક હોવાનું ફલીત થયું હતું. જેની એક સિગારેટની બજાર કિંમત 20 રુપિયાથી વધુ ગણતા કુલ આંકડો 18 કરોડ આસપાસ પહોંચવા પામ્યો હતો. એજન્સીના સૂત્રોએ હાલ બન્નેની ઓળખ છતી કરવાથી ઇન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...