દુર્ઘટના:નૂરી મસ્જિદ સમિપે ટ્રકે સર્જ્યો ત્રીપલ અકસ્માત, યુવાન ઘાયલ

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ સંકુલમાં બેફામ વાહન વ્યવહારને કારણે સર્જાયા બે માર્ગ અકસ્માત
  • રોટરી સર્કલ પાસે કાર અડફેટે એક્ટિવા ચાલક મહિલા ઇજાગ્રસ્ત

ગાંધીધામ સંકુલમાં બેફામ થઇ રહેલા વાહન વ્યવહારને કારણે માર્ગ અકસ્માતની બે ઘટનાઓ નોંધાઇ હતી, જેમાં નૂરી મસ્જિદ સામે બેકાબુ બનેલા ટ્રક ચાલકે ત્રીપલ અકસ્માત સર્જ્યો હતો, તો રોટરી સર્કલ પાસે કાર ચાલકે એક્ટિવા અડફેટે લેતાં મહિલા ઇજાગ્રસ્ત થઇ હોવાની ઘટના નોંધાઇ છે.

ગાંધીધામ બસ સ્ટેશન પાસે નૂરી મસ્જિદ પાસે 5 દિવસ પહેલાં કારની ટક્કર લાગતાં રિક્ષામાં સવાર ત્રણ મહિલા ઘાયલ થઇ હોવાની ઘટના નોંધાયા બાદ આજે બપોરે નૂરી મસ્જીદની સામે જ એક બેકાબુ બનેલા ટ્રક ચાલકે એક માલ વાહક વાહનને ટક્કર મારી ભાગવા જતાં આગળ જતા ટ્રકમાં પણ ટક્કર મારતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પલટી ગયેલ વાહનમાં સવાર એક વ્યક્તિને ઇજા પણ પહોંચી હતી.

જો કે મોડે સુધી પોલીસ ચોપડો આ અકસ્માતની ઘટના અંગે કોરો રહ્યો હતો. તો ભારતનગર રહેતા વેપારી રાજેશભાઇ હરિભાઇ ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.10/10 ના સવારે 11 વાગ્યે રોટરી સર્કલ પર એક્ટિવા લઇને જઇ રહેલા તેમના પત્ની શારદાબેન અને પુત્ર શ્લોકને પૂરપાટ જઇ રહેલા કાર ચાલકે અડફેટે લેતાં તેમના પત્નીને જમણા પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી ઉભો પણ ન રહેનાર કાર ચાલક વિરૂધ્ધ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...