આપઘાત:રતનાલમાં ગળે ફાંસો ખાઇ પ્રૌઢે અનંતની વાટ પકડી

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘપર(કું)માં ખેંચ ઉપડતા મહિલાનું મોત

અંજારના રતનાલ ગામમાં રહેતા 50 વર્ષીય પ્રૌઢે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવ્યું હોવાની, તો મેઘપર કુંભારડીમાં ખેંચ ઉપડ્યા બાદ મહિલાએ જીવ ગુમાવ્યો હોવાની એમ બે અપમૃત્યુ -અકસ્માત મોતની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, રતનાલ ઓપીની બાજુમાં જ રહેતા 50 વર્ષીય રણછોડભાઇ ભીખાભાઇ માતાએ રવિવારે સવારે નવ વાગ્યાના અરસામાં પોતાના ઘરે જ અગમ્ય કારણોસર રસ્સી વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેમને રતનાલ પીએચસીમાં લઇ જવાયા હતા પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી તેને લઇ આવનાર ત્રીકમભાઇ રાઘાભાઇ આહીરે આપેલી વિગત પોલીસને જણાવાતાં પીએસઆઇ એ.વી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

તો, મેઘપર કુંભારડી માં ફ્લેટમાં રહેતા 37 વર્ષીય ભારતીબેન અભિષેકભાઇ ધોળકીયાને રવિવારે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે અચાનક ખેંચ ઉપડતાં તેમને તાત્કાલિક આદિપુર રામબાગ હોસ્પિટલ લઇ જવાયા હતા. પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં જ તેમણે દમ તોડ્યો હોવાનું ફરજ પરના તબીબે જણાવી આ બાબતે અંજાર પોલીસને જાણ કરાતાં પીઆઇ એસ.ડી.સિસોદિયાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...