તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખનું રાજીનામું:ગાંધીધામમાં 5 વર્ષમાં કોઈ પણ પ્રકારનાં વિકાસ કાર્યો કર્યા નથી તેવા MLAને ટિકીટ આપતા નારાજગી

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ તાલુકાના ઉપપ્રમુખ લક્ષ્મીબેન રમેશભાઈ મ્યાત્રાએ પોતાનું રાજીનામું આપી દીધેલ છે. તેમનાં ગામ અંતરજાળનાં કોઈપણ વિકાસનાં કાર્યો ન થતાં અને તેમની સાથે ઓરમાયુ વર્તન કરવાના કારણે તેઓએ સ્વૈચ્છિક રીતે પોતાનાં પદથી આ રાજીનામું આપ્યુ હોવાનું જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તે તેમનાં ગામમાં બિનહરીફ ચુંટાયા પછી ઉપપ્રમુખ તરીકે ગાંધીધામ તાલુકા પંચાયતનાં પદ ભાર પર હતા, છતાં એમ.એલ.એના કારણે તેમના ગામનાં જ કામો થતાં નથી. છતાં એ જ એમ.એલ.એને રિપીટ કરવામાં આવે છે, એવા પક્ષમાં તેઓ રહેવા માંગતા નથી. તેમના ગામ અને તાલુકાનો વિકાસ કરે એવા નેતઓ સાથે કામ કરવું છે. તેમના માટે પદ પ્રતિષ્ઠા કરતા તેમના ગામનાં વિકાસના કામો વધારે મહત્વનાં છે. પાંચ વર્ષમાં કોઈ પણ પ્રકારનાં સારા કાર્યો કર્યા નથી છતાંય પણ પાર્ટીએ એ જ એમ.એલ.એને રિપીટ ટિકિટ આપેલ છે. તો જનતાના કામો ન થાય એવા લોકા સાથે કામ કરવામાં કોઈ જ રસ નથી તેવું લક્ષ્મીબેને તાલુકા વિકાસ અધિકારીએ આપેલ રાજીનામામાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...