ગાંધીધામ આદિપુર સંકુલમાં ગત બે દિવસમાંજ ત્રણ યુવાનોએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી પરિવારજનોમાં આઘાત અને શોક તો સમાજમાં વધતા આપઘાતના બનાવોથી ચીંતા વ્યાપી હતી. ત્રણેય ઘટનાઓમાં યુવાનોએ ગળેફાંસો ખાઈ લઈને અંતિમ પગલું ભરી લીધું હતું.ત્રણ ઘટનાઓ પૈકી આદિપુર પોલીસમાં થયેલી નોંધ અનુસાર અંતરજાળના રાજનગરમાં રહેતા 25 વર્ષિય સલીમ આલીશા શેખએ 14/11ના સાંજના સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે દુપટ્ટા વડે પાઈપમાં બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
તો ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે થયેલી નોંધ અનુસાર રામબાગ હોસ્પિટલના તબીબે જાહેર કર્યું હતું કે ગોપાલપુરીમાં રહેતા 40 વર્ષીય આરીફખાન મોહમ્મદ ખાન પઠાણએ 13/11ના રાત્રીના સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે દુપટ્ટા વડે પંખામાં ગળે ફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો.
તો આવીજ રીતે ગાંધીધામના સુંદરપુરીના ધોબીઘાટ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય હેમંત અરુણભાઈ પાસવાનએ 14/11ના બપોરના અરસામાં કોઇ કારણોસર પોતાની ઓરડીમાં રસી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્રણ યુવાનોના અપમૃત્યુની ઘટના એક સાથે એક દિવસે સામે આવતા ફરી સમાજ માટે આ બાબત ચીંતાના વાદળો લઈને આવી હતી. યુવાનના વિદાયથી પરિવારજનો, મિત્રો અને સ્નેહિઓ સ્તબ્ધ અને આઘાતમાં છે તો છેલ્લા કેટલાક સમયથી આપઘાતની વધી રહેલી ઘટનાઓ સ્વસ્થ્ય સમાજ માટે ચીંતાનું કારણ બની રહ્યા હોવાનું પ્રબુદ્ધ વર્ગ માની રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.