ક્રાઇમ:વોંધડામાં યુવાન પર ત્રણ જણાનો હુમલો ,સુખપરમાં એકને માર માર્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના વોંધડા ખાતે જુના ઝઘડાની અદાવત રાખી ત્રણ જણાએ લાકડી વડે માર મારી યુવાનને ઇજાઓ પહો઼ચાડી હોવાની, તો સુખપર ગામની વાડીમાં યુવાનને પાવડાથી માર મારવામાં આવતા હાથ અને પગમાં ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી.

વોંધડામાં રહેતા રામજીભાઇ મેઘાભાઇ છાંગાતા.30/5 ના રોજ ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે હનુમાન મંદિર પાસે ઉભેલા નારાણ અરજણ છાંગા, વાઘજી ગણેશા છાંગા અને ગણેશા અરજણ છાંગાએ જુની અદાવતનું મનદુ:ખ રાખી તેમને રોક્યા બાદ બોલાચાલી કરી લાકડી વડે માર મારી ડાબા કાન પાછળ ઇજાઓ પહોંચાડી હતી. તેમણે ત્રણે વિરૂધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો, દુધઈ પોલીસ મથકેથી સુખપર ગામે રહેતા 36 વર્ષીય અનિરુધ્ધસિંહ અભેસિંહ જાડેજાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદી જયારે તેના ખેતરે હતો ત્યારે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી આરોપી કિશોરસિંહ બચુભા જાડેજાએ તેને પાવડાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...