આયોજન:‘આ મંદિર નહી, આધ્યાત્મિક હોસ્પિટલ છે, આવો સાજા થાવો’

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘપર (બો.) ખાતે રાધા મદન મોહન મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા
  • કચ્છના પ્રથમ ઈસ્કોન મંદિરના ઉદઘાટનમાં મંત્રી, સાંસદ રહ્યા ઉપસ્થિત

કચ્છના પ્રથમ એવા રાધા મદન મોહનજી ઈસ્કોન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મેઘપર બોરીચી ખાતે યોજાઈ ગયો. જેમાં ઈસ્કોનના વડા સંત, મંત્રી, સાંસદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ રુપે આર્શીવચન આપવા હાજર રહેલા ઈસ્કોનના વડા ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજે આને મંદિર નહિ, પણ આધ્યાત્મિક હોસ્પિટલ ગણાવી હતી. જેમાંથી દરેક મનની શાંતિ અને સમાધાન પ્રાપ્ત કરી શકે છે. સમગ્ર આયોજન ‘હરી બોલ’ અને ‘હરે કૃષ્ણા હરે રામ’ ના નાદથી મઘમઘી ઉઠ્યુ હતું.

મેઘપર બોરીચી ખાતે નિર્મીત ઈસ્કોન મંદિરના ત્રણ દિવસ ચાલનારા કાર્યક્રમમાં 8મી જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા યોજીને દર્શન માટે ખુલ્લુ મુકાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, ઈશ્વરની કૃપાથી જ આપણે સેવાકાર્યો કરી શકીએ છીએ. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી વળવા સક્ષમ છે. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઇસ્કોન મંદિરની ખ્યાતિ અને સંસ્કૃતિ જતન માટે સંસ્થાના પ્રયાસો બિરદાવ્યા હતા.

આ પ્રસંગે સ્નેહીલાલ ગોયલને ત્યાંથી શરૂ થયેલા પ્રચારને યાદ કરીને આયોજનને મુર્તીમંત સ્વરુપ આપવા મદદરુપ થનારા અને પ્રોજેક્ટ હેડ હર્ષ કેશવદાસ તેમજ સમગ્ર ચોથાણી પરિવાર તેમજ સમિતિના ચેરમેન સુરેશ ગુપ્તા અને ગુપ્તા પરિવારનું વિશેષ સન્માન કરાયું હતું.

સમિતિના જખાભાઈ હુંબલ, અરુણ અગ્રવાલ, સમીર ગર્ગ, નંદલાલ ગોયલ, સંતોષ ગોયલ, દેવેંદ્ર બંસલ, કેતન સેવાણી, સમીર ગર્ગ, દેવકીનંદન બંસલ, નંદલાલ ગુપ્તા, પરેશ ખત્રી, મોહન ગોયલ, જગદીશ્વર દાસ, કિશોર દાસ, મુખ્ય અતિથીઓ રુપે હર્ષ ગોવિંદ દાસ, વંસીધર દાસ, મુર્તીમાન દાસ, કલાનાથ દાસ, વૈશ્વનાવ દાસ, પુરુષોતમ દાસ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, પૂનમબેન જાટ, પાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, અગ્રણીઓ રણછોડભાઈ આહિર, બાબુભાઈ હુંબલ, દિનેશ ગુપ્તા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...