ભાસ્કર ઇનસાઇડ:મુન્દ્રાના 500 કરોડના ડ્રગ્સકાંડનો ત્રીજો આરોપી કેરળમાં બાથરૂમ જવાના બહાને ભાગ્યા બાદ ફરી પકડાયો!

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગાંધીધામ- અમદાવાદની એજન્સી દ્વારા મુન્દ્રા કોકેઈન કેસમાં આરોપીની ફિલ્મી ઢબે ગિરફ્તારી
  • ટ્રાન્ઝિટ રિમાન્ડ લીધા બાદ સ્ટોપર લગાવીને બાથરૂમની બારી તોડી ભાગ્યો હતો, આજે આરોપીને ભુજ કોર્ટમાં રજુ કરાય તેવી સંભાવના

મુન્દ્રા નજીકથી ઇમ્પોર્ટ થયેલા કન્ટેનરમાંથી ઝડપાયેલા 500 કરોડના કોકેઈન કેસમાં બે આરોપીને જેલ હવાલે કરાયા બાદ ત્રીજા આરોપીને કેરળ પકડવા ગયેલી ટીમને ફીલ્મોમાં જોવા મળતા ઘટનાક્રમનો સામનો કરવો પડ્યો હતો, બાથરુમ જવાના બહાને ત્રીજો આરોપી મોહમ્મદ હાદી શેખ મહમુદ (રહે.પ્પુપાલા,કાસરકોટ, કેરળ) ભાગી ગયો હતો. અલબત થોડીવારમાં પોલીસની મદદથી તેને ફરી પકડી પડાયો હતો.

કન્ટેનરની તપાસ કરતા 500 કરોડનું કોકેઈન ડ્રગ મળી આવ્યું
ગત મહિને ઈરાનથી વાયા દુબઈ થઈને મુંદ્રા પોર્ટ ઉતરેલા એક કન્ટેનર સીડબ્યુસીમાં રોકાવીને ડીઆરઆઈ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આમ તો આ કન્ટેનરમાં 25 હજાર કિલોથી વધુ મીઠુ હોવાનું ડિક્લેર કરાયું હતું, પણ તપાસ દરમ્યાન તેમાંથી મળેલી ત્રણ બેગમાં 52 કિલોથી વધુ અને આંતરાષ્ટ્રીય બજારમાં 500 કરોડની કિંમત ધરાવતું કોકેઈન ડ્રગ મળી આવ્યું હતું. ત્યારબાદ હાથ ધરાયેલા વ્યાપક દરોડા અને તપાસમાં દોરમાં આયાતકારી પેઢી ‘ટોસ્ટ એન્ડ ટી બેકર્સ’ ના પાર્ટનર ઈલીયાસ મર્ચન્ટ અને ઉદયપુર પાસેથી આ કન્સાઈમેન્ટ મંગાવવા માટે પ્રેરીત કરવાની ભુમીકામાં ફાતીમા સાયરાવાલાની ધરપકડ કરીને ભુજ કોર્ટમાં રજુ કરી પાલારા જેલ મોકલી અપાયા હતા.

આરોપી બાથરુમની પાછળની બારી તોડીને ફરાર
સર્ચમાં એક ત્રીજા વ્યક્તિની ઓળખ પણ કરાઈ હતી, જે આટલા દિવસોથી દક્ષીણ ભારતમાં અલગ અલગ જગ્યાએ ભાગતો ફરતો હતો. જે કેરળ આસપાસ હોવાની જાણકારી મળતા ડીઆરઆઈની ટીમ ત્યાં ધસી ગઈ હતી અને આરોપીને પકડી પાડ્યો હતો. તેને સ્થાનિક કોર્ટમાં રજુ કરીને ટ્રાન્સીટ રીમાન્ડ મેળવાયા હતા. ત્યારબાદ તેને ભુજ લઈ આવવાની તજવીજ દરમ્યાન ગત રોજ તેને લઈ જતા સમયે તે બાથરુમ ગયો હતો, ત્યારબાદ અંદરથી સ્ટોપર લગાવીને બાથરુમની પાછળની બારી તોડીને ત્યાંથી ભાગી ગયો હતો.

નાકાબંધી કરી ગણતરીની મીનીટોમાં ઝડપી પાડયો
ગણતરીની મીનીટોમાં ઘટનાક્રમ સામે આવતા પોલીસને જાણ કરાઈ હતી, જેમણે આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી દેતા થોડાજ સમયમાં ફરી પકડાઈ ગયો હતો. સુત્રોએ જણાવ્યું કે આજે તેને ભુજની વિશેષ કોર્ટમાં રજુ કરી શકાય છે, જોકે તપાસનીસ એજન્સીએ હાલમાં તપાસ ચાલુ હોવાનું કહીને સતાવાર રીતે મગનું નામ મરી પાડ્યું ન હતું.

આરોપી યુએઈથી ડિટેઈન, ડ્રગ્સ એડીક્ટ અને ગોલ્ડ સ્મલીંગમાં પણ નામ ખુલ્યું હતું
સુત્રોએ જણાવ્યું કે આરોપી પોતે કેમીકલ ડ્રગ્સનો એડીક્ટ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામી રહ્યું છે, તો અગાઉ યુએઈમાં આજ કારણોસર તેને ડિટેઈન પણ કરાયો હતો. બીજી તરફ ગોલ્ડ સ્મલીંગ જેવા કાંડોમાં પણ તેનું નામ આવી ચુક્યું છે, આમ આરોપી આ ક્ષેત્રનો રીઢો ગુનેગાર હોવાનું સામે આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...