હુમલો:ગળપાદરમાં નાના ભાઇએ બનેવી સાથે મોટા ભાઇને પણ માર માર્યો

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારામારીના બે બનાવમાં 3 ઘાયલ, 6 સામે ફરિયાદ
  • રોટરીનગરમાં બે પરિવાર બાખડ્યા, ધોકા અને સળિયા ફટકાર્યા

ગળપાદરના નવાવાસમાં નાના ભાઇએ બનેવી સાથે મળી મોટા ભાઇને માર માર્યો હતો. તો ઘર ખાલી કરવા મુદ્દે પડોશમાં થઇ રહેલા ઝઘડામાં વચ્ચે પડતાં બે પરિવાર સામસામે આવી જતાં ધોકા અને સળિયા ફટકાર્યા હતા.

આદિપુરના વોર્ડ-5 માં રહેતા રમેશભાઇ શંભુભાઇ વીરડા (આહીર) એ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, તા.6/6 ના તેમના નાના ભાઇ પપ્પુભાઇ વીરડાએ તેમના ઘરે આવી અપશબ્દો બોલ્યા હતા તે બાબતે ગત સવારે 11 વાગ્યે તેઓ ગળપાદર ખાતે રહેતા નાના ભાઇ પપ્પુભાઇ વીરડાના ઘરે સમજાવવા ગયા હતા ત્યારે ઉશ્કેરાયેલા પપ્પુએ ધારીયું મારી ડાબા હાથમાં ઇજા પહોંચાડી હતી ે ત્યાં આવેલા તેમના બનેવી મ્યાજર નારાયણભાઇ હુંબલે પણ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રોટરીનગરમાં રહેતા રઝીયાબેન ગુલામહુશેન ઉર્ફે અકાઇ સિદ્દીક સાયચાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત સાંજે સાડા ચાર વાગ્યે પડોશમાં રહેતા અમીનાબેન હાસમ મામદ સાયચાના ઘરે મકાન ખાલી કરાવવા મુદ્દે ઝઘડો ચાલુ હતો તેમાં તેઓ વચ્ચે પડતાં તેમના ફઇ સાસુ અમિનાબેન હારૂનભાઇ ટાંક ઉશ્કેરાયા હતા અને અમારા ઝઘડામાં તું કેમ વચ્ચે આવે છે કહી વાળ ખેંચી લાકડાનો ધોકો ફટકારી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. તો સામે પક્ષે અબ્દુલ સિદ્દીકભાઇ સાયચાએ નોંધાવેલી ફરિયાદમાં એમ જણાવ્યું હતું કે, રોટરીનગરમાં રહેતા તેમના ફઇ અમીનાબેનના દીયર હાસમ મામદ સાયચાને મળવા આવ્યા હતા ત્યારે કારમાં આવેલા સલીમ સિદ્દિક સાયચા, સલમાબેન સિદ્દીક સાયચા અને હનિફા રમઝુ ઉમર પઠાણે ઘર ખાલી કરવા મુદ્દે બોલાચાલી કરી ધોકા વડે માર મારી ઇજા પહો઼ચાડી હતી. બી-ડિવીઝન પોલીસે બન્ને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...