હુમલો:કિડાણામાંઅંગત અદાવતમાં યુવાનને છરીના બે ઘા ઝીંકાયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ અને કમરના ભાગે ગંભીર ઇજા પામેલો યુવક સારવાર હેઠળ
  • તું અહીં કેમ આવ્યો ? કહી હુમલો કરનાર સામે હત્યાના પ્રયાસનો ગુનો

કિડાણાની જગદમ્બા સોસાયટીમાં પોતાના મિત્રના ઘરે ટીવી જોયા યુવાનને પાસે જ રહેતા ઇસમે જુની અદાવતનું મનદુ:ખ રાખી તું અહીં કેમ આવ્યો ? કહી બોલાચાલી કર્યા બાદ પેટ અને કમરના ભાગે છરીના બે ઘા ઝીંકી હત્યાનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

કિડાણા લક્ષ સરોવર બાજુ રહેતો 32 વર્ષીય શ્રુતેષ દિનેશભાઇ બારોટ રવિવારે બપોરે જગદમ્બા સોસાયટીમાં રહેતા તેના મિત્ર સુમિતના ઘરે ગયા હતો. તે , સુમિત અને ત્રીજો મિત્ર જીતેન્દ્ર ઉર્ફે મોહિન ટીવી જોઇ રહ્યા હતા ત્યારે સુમિતના ઘર પાસે જ રહેતો અશોકગીરી સુખગીરી ગૌસ્વામી ત્યાં આવ્યો હતો. તેણે અગાઉ તેની સાથે થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી તું અહીં કેમ આવ્યો છો ? કહી શ્રુતેષ સાથે બોલાચાલી કરી હતી. તેને આવું ન કરવા કહ્યું તો ઉશ્કેરાયેલા અશોકગીરીએ છરી કાઢી મારી નાખવાના ઇરાદે પેટમાં ડૂટીના ભાગે તેમજ કેડમાં બે ઘા ઝિંકી દીધા હતા.

આ ઘટના દરમિયાન તેમના બે મિત્ર વચ્ચે આવતાં અશોકગીરી ત્યાંથી ચાલ્યો ગયો હતો. શ્રુતેષને સારવાર અર્થે આદિપુર હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં પેટમાં ગંભીર ઇજા હોવાને કારણે તેમનું ઓપરેશન કરવું પડ્યું હતું. હાલ સારવાર હેઠળ રહેલા શ્રુતેષે બી-ડિવિઝન પોલીસ મથકે નો઼ધાવેલી ફરિયાદના આધારે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધી પીઆઇ એમ.એન. દવેએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...