પોલીસની કામગીરી:ડીમાર્ટમાં મહિલાનું 11 હજાર સાથેનું પર્સ ખોવાયું, પોલીસે પરત અપાવ્યું

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોલમાં ખરીદી કરતાં ચીજ વસ્તુ જ્યાં ત્યાં ન મુકતા
  • સીસીટીવી તપાસતાં પર્સ બાળકે લીધું હોવાનો ખ્યાલ આવ્યો

ગાંધીધામના ડીમાર્ટમાં ખરીદી કરી રહેલી મહિલા પોતાનું રૂ.11 હજાર રોકડ તથા અગત્યના દસ્તાવેજો સાથેનું પર્સ તેલના ડબ્બા પર રાખી ભૂલી ગયા બાદ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે આ મોલના સીસી ટીવી ફૂટેજ તપાસી પિતા સાથે આવેલા બાળકના હાથમાથી તેમનું પર્સ પરત અપાવ્યું હતું.

આ બાબતે વિગતો આપતાં બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે, તેમનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યોછ હતો તે દરમિયાન ડી માર્ટ મોલ બહાર એક મહિલાને રડતી જોઇ રડવાનું કારણ પૂછતાં તેણે પોતાનું રૂ.11,400 રોકડ તેમજ એટીએમ તેમજ અગત્યના પર્સનલ દસ્તાવેજ ભરેલું પર્સ ડી માર્ટમાં ખરીદી કરવા ગયા ત્યાં ગૂમ થયું છે.

આ બાબતે સ્ટાફે તેમને જાણ કરતાં સર્વેલન્સ સ્ટાફને સીસી ટીવી ફૂટેજ ચકાસવા સૂચના આપતાં આ ફૂટેજ તપાસતાં આ મહિલાએ તેલના ડબ્બા પર રાખેલું પર્સ એક નાનું બાળક જે પોતાના પિતા સાથે ખરીદી કરવા આવ્યો હતો તે ઉપાડતો હોવાનું નજરે આવતાં ટેકનિકલ સર્વેલન્સના આધારે તે બાળકનો પત્તો શોધી તે મહિલાને પરત અપાવ્યું હતું.

મહિલાએ પોલીસે કરેલી કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો હતો. જો તમે મોલમાં ખરીદી કરવા જાવ તો કિમતી ચીજ વસ્તુ જ્યાં ત્યાં ન મુક્તા તેવો મેસેજ આ ઘટનાએ આપ્યો હતો. નોંધવું રહ્યું કે, મોલમાં અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે. જેમાં અભાન કે સભાન પણે ચીજવસ્તુઓ ગુમ થયાના બનાવ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...