ચોરી:વોલ્વો કારના કાચ તોડી 1.70 લાખની મત્તા ભરેલી બેગ ચોરાઇ

ગાંધીધામ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીધામમાં ધોળા દિવસે નુકશાન પહોંચાડી ચોરીને અંજામ અપાયો
  • તનિષ્ક જ્વેલર્સ સામે બનેલી ઘટનામાં 1.10 લાખ રોકડ હોવાનું લોખંડના વેપારીએ જણાવ્યું

ગાંધીધામના તનિષ્ક જ્વેલર્સ સામે પાર્ક કરેલી વોલ્વો કારના કાચ તોડી ધોળા દિવસે તસ્કરોએ લોખંડના વેપારીની કારમાં રાખેલી રૂ.1.70 લાખની માલમત્તા ભરેલી બેગની ચોરી કરી હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. વરસામેડી રાજવી રેસિડેન્સીમાં રહેતા અને અંજાર ખાતે કીમો સ્ટીલ નામની ફેક્ટ્રી ચલાવી લોખંડનો વેપાર કરતા અમિતભાઇ ચક્રવર્તી શર્મા ગત સવારે ચંદ્રશેખર ચોધરી તથા નિતિન શર્મા સાથે જીએસટી ભવન પાસે મિટિંગ પૂર્ણ કરી બપોરે દોઢેક વાગ્યે તનિષ્ક જ્વેલર્સ ઉપર આવેલા શિવ શિપિંગમાં બીજી મીટિંગ માટે પહોંચ્યા હતા.

તેમણે પોતાની વોલ્વો કાર તનિષ્ક જ્વેલર્સ સામે પાર્કિંગમાં પાર્ક કરી લોક કરી મિટિંગ માટે ગયા હતા. બેઠક પૂરી થયા બાદ તેઓ કાર પાસે આવ્યા તો કારનો સાઇડનો કાચ તૂટેલો હતો અને અંદર રાખેલી બે બેગ જેમાં એક બેગમાં રૂ.50,000 ની કિંમતના બે લેપટોપ બીજી બેગમાં રૂ.1,10,000 રોકડા અને રૂ.10,000 ની કિંમતનો એક મોબાઇલ હતો.

આ બન્ને બેગ કાચ તોડી ચોરી થઇ હોવાનો ખ્યાલ આવતાં તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે કોઇ અજાણ્યા ઇસમે તેમનસી કારનો કાચ તોડી અંદર રાખેલી રૂ.1,70,000 ની માલમત્તા ભરેલી બે બેગ ચોરી કરી ગયો છે ઉપરાંત રૂ.5,000 નું કારમાં નુકશાન પણ પહોંચાડ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ એન.પી.ગોસ્વામીએ વધુ તપાસ હાથ ધરી છે.

તોલાણી સર્કલ પાસેથી બાઇક ચોરાઇ
અંજારના ભક્તીનગરમા઼ રહેતા અને યુરો ઇન્ડીયા સિલિન્ડર લિ.માં જુનિયર ઇન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિપક રાજેશભાઇ ઠાકુરે તા.4/8 ના નાઇટ શિફ્ટમાં જવા માટે પોતાનું બાઇક તોલાણી સર્કલ પાસે પાર્ક કરી કંપનીની બસમાં નોકરી પર ગયા હતા. ત્યાંથી તા.5/8 ના રોજ સવારે આટ વાગ્યે પરત આવ્યા ત્યારે તેમણે પાર્ક કરેલી બાઇક જોવા ન મળતાં આસપાસ જાતે શોધખોળ કરી પરંતુ ભાળ ન મળતા઼ તેમણે આદિપુર પોલીસ મથકે પોતાની રૂ.20,000 ની કિંમતની બાઇક ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...