એક વ્યક્તિની ધરપકડ:સાણંદના ગોદામમાંથી ડીઆરઆઇએ જપ્ત કરેલા 4.2 મેટ્રિક ટન રક્તચંદનનું મુલ્ય રૂા. 3.4 કરોડ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રામાં થયેલી જપ્તીના આધારે કાર્યવાહી, પશુ આહારની બોરીઓ સાથે મળ્યો જથ્થો

મુંદ્રા પોર્ટમાં બે મહિના અગાઉ ઝડપાયેલા રક્તચંદનના જથ્થાની તપાસમાં સાણંદના ગોડાઉનમાં પડેલા 4.2 એમટી રક્તચંદનને પણ સીઝ કરાયાની સતાવાર જાહેરાત મંગળવારે અમદાવાદ ડીઆરઆઈ દ્વારા કરાઈ હતી. તેમણે કહ્યું કે આ કેસમાં અત્યાર સુધી એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે, રક્તચંદનનો જથ્થો આંધ્રપ્રદેશથી લવાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.

ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા મે, 2022માં મુંદ્રા પોર્ત પર 14.36 મેટ્રીક તન જથ્થો એક્સપોર્ટ થાય તે પહેલા ઝડપી પાડ્યો હતો. જેની તપાસમાં સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એરીયાનામાં બે ગોડાઉનમાં એક્સપોર્ટ કરવા માટે લાલચંદનનો જથ્થો રખાયો હોવાનું સામે આવ્યું હતું. જે આધારે તપાસ કરાતા એક ગોડાઉનમાંથી 4.229 એમટી રક્તચંદનનો જથ્થો કેટલ ફીડ બેગ્સ સાથે મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...