કાર્યવાહી:શિણાય પાસે ચોરી કરનારે જ 1.90 લાખની લૂંટ કરી હતી

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10/7 ના પકડાયેલા આરોપીએ કબૂલાત આપી

શિણાય પાસે કારના કાચ તોડી મોબાઇલની લૂંટ કરનાર આરોપીને પોલીસે પકડી લીધા બાદ અંતરજાળ પાસે મહિલાને પાડી દઇ રૂ.1.90 લાખની લૂંટ પણ પોતે કરી હોવાની કબૂલાત આપતાં બે ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આદિપુર પોલીસ મથકના પીએસઆઇ હરેશ તિવારીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.2/2 ના શિણાય પાસે ફરવા આવેલી મહિલાની કારના કાચ તોડી મોબાઇલ ઉપડી ગયો હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ ગુનાને અંજામ આપનાર આરોપીછ કિડાણાના અબ્દુલગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડાની તા.10/7 ના રોજ અટક કરી હતી.

ત્યારબાદ પોલીસે કરેલી પુછપરછ દરમિયાન શિણાયમાં બનેલી ઘટના તેમજ તા.10/5 ના રોજ અંતરજાળ નજીક જ્યુપિટર પર જઇ રહેલા મહિલાને પાડી રૂ.1.90 લાખના દાગીના અને રોકડ તેમજ મોબાઇલ સાથેના પર્સની લૂંટ કરી હોવાની પણ અબ્દુલગનીએ કબૂલાત આપતાં બે બનાવનો ભેદ ઉકેલાયો હતો. પકડાયેલા આરોપી પાસેથી રૂ.10,000 ની કિંમતનો મોબાઇલ રિકવર કરાયો હતો. અહીં નોંધવું રહ્યું કે શિણાય અને અંતરજાળ વિસ્તારમાં સોસાયટીઓ વિકસી રહી છે સાથે આ સૂમશામ રહેતા વિસ્તારમાં ગુનાખોરી પણ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...