ચોરીનો ભેદ ઉકેલાયો:જુના કંડલાની ચોરી બપોરે નોંધાઇ, સાંજે 16 ફોન સાથે બે કિશોર જબ્બે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડલા મરિન પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલ્યો
  • પરપ્રાંતીય શ્રમિકોની ઓરડીમાં ચાર્જિંગમાં રાખેલા મોબાઇલ ઉપાડી જતા હતા

કંડલા મરિન પોલીસ મથકે જુના કંડલામાં રહેતા 3 પરપ્રાંતિય શ્રમિકોના મોબાઇલ ચોરી થયા હોવાની ફરિયાદ બપોરે નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં રૂ.80 હજારની કિંમતના 16 ચોરાઉ મોબાઇલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોને પકડી લઇ ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

કંડલા મરિન પોલીસ મથકના પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જુના કંડલામાં સાલેમામદની ઓરડીમાં રહેતા વેલ્ડર હરેરામ શિવપ્રસાદ ચૌહાણે આજે ફરિયાદ નોંધાવી હતી કે, તા.12ઈ5 ના રાત્રે 10 વાગ્યે તે તથા રૂમ પાર્ટનર બાબુલાલ ચૌહાણ મોબાઇલ ચાર્જીંગમાં રાખી સૂઇ ગયા હતા સવારે ઉઠીને જોયું તો મોબાઇલ ગૂમ હતા. બાજુની ઓરડીમાં રહેતા નગેન્દ્ર પ્રસાદનો મોબાઇલ પણ ચોરી થયો હતો.

તેમણે રૂ.9 હજારની કિંમતના 3 મોબાઇલ ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા અને જયપાલસિંહ પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે કંડલા રેલ્વે ઝૂંપડામાં રહેતા કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરોને રૂ.80,000 ની કિંમતના 16 ચોરાઉ મોબાઇલ સાથે પકડી લઇ ગણતરીના કલાકોમાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ કિશોરો ઓરડીમાં ચાર્જમાં રાખેલા મોબાઇલ ઉપાડી જતા હોવાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...