ચોરીના દાગીના ખરીદનાર વેપારીની અટકાયત:ગાંધીધામમાં ચોરીને અંજામ આપનાર સીકલીગર ગેંગ હોવાનું સ્પષ્ટ, ચોરીના દાગીના ઉંઝામાં વહેચ્યા હતા

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગત તા. 31/7/22ના રોજ ઓસ્લો સર્કલ પાસે આવેલ નિકુંજ જ્વેલર્સ નામની દુકાનનાં કોઈ અજાણ્યા ચાર ઈસમો દ્વારા લોખંડની ગ્રીલ તથા શટરનાં તાળા તથા કાચ તોડીને દુકાનમાંથી ચાંદીનાં અલગ-અલગ પ્રકારના દાગીના મળી કુલ રૂપિયા 4,00,000ના દાગીનાની ચોરી કરી ગયા હતા.

કચ્છ એલસીબીએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી
આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ તથા પૂર્વ કચ્છ એલસીબીએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાના ફુટેજનાં એનાલીસીસ તથા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમનસોર્સ આધારે ગણતરીનાં કલાકમાં જ જાણવા મળેલ કે આ ગુનામાં ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમં જઈ ગુનાખોરીને અંજામ આપનાર સીકલીગર ગેંગનાં માણસો સંડોવાયેલ હોવાનું સ્પષ્ટ થયેલ હતુ. જેથી એક સ્પેશીયલ ટીમને મહેસાણાનાં વડનગર ખાતે મોકલી તપાસ કરતા આરોપી પોતાનાં રહેણાંક નિવાસ સ્થાનો ઉપર હાજર મળ્યા ન હતા.

ચોરીના દાગીનાં ખરીદનાર વેપારીની અટકાયત
પરંતુ બાતમી મળેલ કે, ચોરી કરેલ ચાંદીનાં દાગીનાં ઉંઝા બજારની અંદર આવેલ સોની જ્વેલર્સ નામની દુકાનનાં માલિકને તા. 31/7ના સાંજનાં વહેચેલ છે. જે દાગીનાં કમલેશભાઈ ભરતભાઈ સોનીએ તેને ખરીદી તેને પીંગળાવી દીધેલ હોય આ ચોરીનો મુદામાલ ચાંદીની પ્લેટ તથા તેમની પાસેથી મળી આવતા આ ગુના કામે સોની વેપારીને ઉંઝા ખાતે રાઉન્ડઅપ કરી બી-ડીવીઝન પોલીસને સોંપી અપાયો હતો. તેમજ આ ગુનામાં સંડોવાયેલ સીકલીગર ગેંગનાં આરોપી લખનસિંહ જીતસિંહ શીખ, સતપાલસિંગ કિરપાલસિંગ સરદાર, ભગતસિંહ જીતસિંહ શીખ તથા લખનસિંગ કિરપાલસિંગ સરદારને પકડવા ચક્રોગતિમાન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...