નિર્ણય:એસપીએ કાયદો વ્યવસ્થા જાળવવા ભારત- નગરમાં પોલીસચોકી બનાવવા ખાતરી આપી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ ચેમ્બર ખાતે વિવિધ એસો. દ્વારા સન્માન સાથે બેઠકમાં અનેક મુદ્દા ચર્ચાયા
  • દર ત્રણ મહિને લોકોની સમસ્યાઓ મુદ્દે આગેવાન સંસ્થાઓ સાથે વિમર્શ કરાશે - પોલીસવડા

પૂર્વ કચ્છના નવનિયુક્ત એસપી મહેન્દ્ર બગડીયાને આવકારવા ટ્રાન્સપોર્ટ, શિપિંગ, ટીમ્બર, સોલ્ટ, વ્યાપારી તથા ઉદ્યોગ જગતના વિવિધ એસોસીએશનોને સાથે રાખી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવકાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઇ કાનગડે ઉપસ્થિત એસપી,અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી, એલસીબી પીઆઈ એમ.એન. રાણા અને બી ડીવીઝનના પીઆઇ પી.એન. ઝીંઝુવાડિયાનું સ્વાગત કરતા જણાવ્યું કે, ગાંધીધામ-આદિપુર કંડલા મેટ્રો સીટી છે તથા બે મહાબંદર અને અન્ય ઉદ્યોગોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે તે અંગે માહિતગાર કર્યા હતા.

એસપી બગડીયાએ તબકકાવાર દરેક એસો.ની સમસ્યા સમજી દર ત્રણ માસે આવી બેઠક યોજી પ્રશ્નો સાંભળીશું તથા જે સ્લમ વિસ્તારોમાં સમસ્યા છે ત્યાં સ્થાનિક અગ્રણીઓને પણ સાથે રાખી મહિલા સુરક્ષા, ઘરેલુ ઝગડા, અસ્માત, ચોરી તેમજ સોશિયલ મીડિયાના હિસાબે વધેલી છેતરપીંડીના કેસોને ધ્યાનમાં રાખી કાયદો વ્યવસ્થાનું સ્થાપન થાય તેવા પગલા ભરશું તથા ભારતનગરમાં વહેલી તકે પોલીસ ચોકીની સ્થાપના થાય તે જોવાની ખાતરી આપી હતી.

કાર્યક્રમનું સંચાલન કરતા ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ આ તબકકે એસપી પાસે પૂર્વ ઉપરાંત પશ્ચિમ કચ્છનો ચાર્જ હોવા છતાં અત્રે ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત પોલીસ વિભાગના પ્રયાસોની સરાહના કરી ગાંધીધામ ચેમ્બર હર હંમેશ સાથે રહી પ્રજા અને પ્રશાસન વચ્ચેની કડી બની રહેશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી. આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બરના સર્વ હોદેદારો પ્રમુખ કાનગડ,ઉપપ્રમુખ આદિલ સેઠના, મંત્રી તિર્થાણી, સહમંત્રી જતિન અગ્રવાલ અને કોષાધ્યક્ષ હરીશ માહેશ્વરી, પૂર્વ પ્રમુખ બચુભાઇ આહિર,કમલેશ રામંદચાણી, અનિમેષ મોદી, બળવંત ઠકકર, રાશકુમાર જૈન, રાજુ ચંદનાની, દર્શન ઇસરાણી, નવનીત ગજજર, સેવક લખવાણી, રામકરણ તિવારી, શરદ શેટી સહિતના ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...