નિર્ણય:મહાબંદરની સુરક્ષા થશે વધુ કડકઃ પોર્ટ ફરતે લાગશે સેન્સર

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ડીપીએ કંડલામાં એન્ટ્રી અને એક્ઝીટના બન્ને મુખ્ય માર્ગો પર સીસીટીવી સેટઅપ લગાવાશે
  • પોલીસની ભલામણથી જરૂરી પગલાઓ હવે જઇને લેવાયા ​​​​​​​

દેશના નં. 1 દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા પોર્ટ તરફના મુખ્ય બન્ને આવા ગમનના માર્ગો પર સીસીટીવી સેટઅપ અને પોર્ટ પરીસર ફરતે સેન્સર સુરક્ષા પીઆઈડીએસ સીસ્ટમ લગાવવાનો નિર્ણય લેવાયો છે. આવું પોલીસ વિભાગ દ્વારા પત્ર પાઠવીને અપાયેલા ઈનપુટના આધાર પર કરાઈ રહ્યું હોવાનું પોર્ટના સુત્રોએ જણાવ્યું હતું. આ બન્ને વ્યવસ્થાઓ લાગુ થતા પોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન અને કડક થશે જે સમયની માંગ છે.

પોર્ટ પ્રશાસને કેટલાક એવી સુરક્ષા વ્યવસ્થાઓને લગતી જાહેરાત કરી છે, જે ખરેખર તો ઘણા વહેલા ભરાઈ જવાની આવશ્યકતા હતી, પરંતુ દેર આયે દુરસ્ત આયેની જેમ આખરે પોર્ટના મુખ્ય દ્વાર સિવાય બન્ને તરફના મુખ્ય માર્ગો પર પણ સીસીટીવી સેટઅપ લગાવશે. જેના કારણે પોર્ટમાં કે તે તરફ આવતા તમામ વાહનોની ગતીવીધી પર નજર રાખી શકાસે અને અસામાજિક પ્રવૃતિઓ કે જોખમોને ચીહ્નીંત કરીને જરૂરી પગલા લઈ શકાસે.

એક તરફ નેશનલ હાઈવેથી કાસેઝ ગોલાઈ થઈને આવતા મુખ્ય માર્ગમાં હનુમાન મંદિર પાસે તો બીજું સેટઅપ ઈફ્કો પ્લાન્ટથી ત્રણ રસ્તા તરફના માર્ગે લગાવશે. આ અંગે પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ વાતચીતમાં વધુ જણાવ્યું કે આ સાથે અન્ય એક મહત્વપુર્ણ પ્રોજેક્ટ એવા પોર્ટ પરીસરની ચારે તરફ સેન્સર યુક્ત પેરીમીટર (પીઆઈડીએસ) લગાવવાની દિશામાં પગલા ઉઠાવાઈ રહ્યા છે.

આ સીસ્ટમ લાગી જવાથી પોર્ટના પરીસરમાં કોઇ પણ અનીધીકૃત રુપે ઘુસવાનો પ્રયાસ કરશે, તેની જાણ અધતન ટેક્નોલોજીની મદદથી જે તે લોકેશન સાથે સીઆઈએસએફ સુરક્ષા દળો સુધી પહોંચી જશે. નોંધવુ રહ્યું કે તાજેતરમાં આરએફઆઈડી સીસ્ટમને ડીપીએમાં ઘણી બાધાઓને પાર કરીને લાગુ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...