દુર્ઘટના:કંડલાના દરિયામાં બાર્જમાંથી પગ લપસતાં ખલાસી ગરકાવ થઇ ગયો

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 નોટિકલ માઇલ દૂર બનેલી ઘટનામાં કોસ્ટ ગાર્ડ સહિતની ટીમો જોડાઇ
  • કંપનીના સુપરવાઇઝરે નોંધાવી ગુમનોંધ : લાપત્તા થનાર યુવાન બીહારનો હતો

કંડલા પોર્ટમાં કોલસો ભરવા આવેલું બાર્જ પરત જઇ રહ્યું હતું ત્યારે 13 નોટિકલ માઇલ દૂર બાર્જના સી-મેનનો પગ લપસતાં તે દરિયામાં ગરકાવ થયો હતો, કોસ્ટ ગાર્ડ, મરિન પોલીસ,પોર્ટનસ ટગો દ્વારા ગહન શોધખોળ કરાઇ હતી પણ દરીયાના પાણીના કરંટમાં ગરકાવ થયેલા મુળ બીહારના યુવાનનો ક્યાંય પત્તો મળ્યો ન હતો. કંપનીના સુપરવાઇઝરે કંડલા મરિન પોલીસ મથકે હાલ ગુમનોંધ લખાવી છે.

કંડલા મરિન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના કંડલાના દરિયામાં 13 નોટિકલ માઇલ દૂર ઓટીબી દરિયામાં બોયા નંબર1 પાસે બપોરે 1 વાગ્યા દરમિયાન બની હતી જેમાં રિશિ શિપિંગના બાર્જમાંથી જીએમબી/એનએલકે/90 રજિસ્ટર નંબરના એમવી પ્રકાશ બાર્જમાં કોલસો ભરી કંડલાથી નિકળેલા બાર્જમાં સિ-મેન તરીકે કામ કરતા મુળ બિહાર મુઝફફરનગરના 22 વર્ષીય મહોમ્મદ રૂસ્તમઅલી મહોમ્મદ સાહિદુલનો પગ લપસતાં તે દરિયામાં ગરકાવ થયો હતો.

ઘટના સમયે જ બાર્જ રોકી બોયા નાખી શોધખોળ કરવાનો પ્રયત્ન કરાયા બાદ કંડલા ટાવરમાં જાણ કરતાં જ કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ, પોર્ટના ટગ દ્વારા દરીયાના પાણીમાં ગરકાવ થયેલા સી-મેનની ગહન શોધખોળ કરાઇ હતી. મોડે સુધી તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. દરિયાના પાણીનો કર઼ટ વધુ હોવાને કારણે ખેંચાઇ ગયો હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. કંપનીના મોરબી રહેતા સુપરવાઇઝર ધર્મેન્દ્રસિંહ બલવીરસિંહ રાઠોડે કંડલા મરિન પોલીસ મથકે ગુમનોંધ લખાવી છે.

અન્ય સમાચારો પણ છે...