નબળી નેતાગીરી:ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બન્યા વિના જ રામબાગની ઈમારતનું લોકાર્પણ થશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના વિસ્તરણ’નું લોકાપર્ણ રાજ્ય આરોગ્ય મંત્રી હસ્તે 4જુનના કરાશે
  • જિલ્લા કક્ષાની બનાવવાના બણગા ખોટા સાબીત થયા

ગાંધીધામ માટેજ નહિ, પરંતુ સમગ્ર પુર્વ કચ્છ માટે મહત્વપુર્ણ એવી આદિપુર સ્થિત રામબાગ હોસ્પિટલને પુર્ણ કક્ષાની જિલ્લા હોસ્પિટલનો દરજ્જો આપવા અનેક સ્તરીય રજુઆતો છતાં અને નવી ઈમારતના બનીને તૈયાર થઈ ગયા હોવા છતાં ગ્રાહ્ય રખાઈ નથી અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ વિસ્તરણ તરીકે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે આગામી તા. 04/06ના શનિવારે લોકાર્પણ કરવામાં આવશે. જેમાં સાંસદ, જિલ્લા પંચાલય પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય પણ અતિથિ વિશેષ રુપે ઉપસ્થિત રહેવાના છે.

જિલ્લાભરમાં શહેરની સર્વાધિક જનસંખ્યા અને દેશના સરકારી અને ખાનગી એમ બે પોર્ટના હેંડલીંગ ધરાવતા ગાંધીધામમાં આવેલી સરકારી હોસ્પિટલ રામબાગમાં પુરતા સંશાધનો, ડોક્ટરોની સંખ્યા સહિતની બાબતોએ ચર્ચામાં રહે છે. પુર્વ કચ્છમા દુર સુદુર એવા રાપર, ભચાઉ જેવા વાગડ પંથકથી પણ અહી લોકો વધુ સારવાર લેવા આવે છે, અને રોજ મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો રહે છે ત્યારે આ હોસ્પિટલને વધુ સુવિધા યુક્ત અને જિલ્લા કક્ષાની કરવાની જુની માંગ સામે વધુ એક વાર આંખ આડા કાન કરવામાં આવ્યા છે.

રામબાગ હોસ્પિટલના પ્રાંગણમાંજ 7 કરોડથી વધુના ખર્ચે બનીને તૈયાર ઉભેલી ઈમારતનું લોકાપર્ણ જ્યારે આ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનશે ત્યારે કરાશે તેવી ચર્ચા છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી હતી. પરંતુ તે તમામ પર ગત રોજ થયેલી લોકાપર્ણની જાહેરાતથી વધુ એક વાર પાણી ફરી વળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...