સાવધાન:શહેરના પછાત વિસ્તારોમાં ડિગ્રી વગરના તબીબોની બોલબાલા

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના જવાહરનગર પાસે લોકોની દવા કરતો બીએ પાસ તબીબ ઝડપાયો
  • મેડિકલના સાધનો અને રોકડ સહિત 7 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાયો

ગાંધીધામના શ્રમિક વસાહતો અને પછાત વિસ્તારોમાં ડિગ્રી વગરના ફેક ડોક્ટરોન સંખ્યા દિવસે દિવસે વધી રહી હોવાની ચર્ચા છે ત્યારે વધુ એક આ પ્રકારનો ફેક ડોક્ટર શહેરના જવાહરનગર પાસે કોઇપણ માન્ય ડીગ્રી વગર લોકોની દવા કરતો બીએ પાસ બોગસ તબીબને એ-ડિવિઝન પોલીસ મથકની ટીમે પકડી , મેડિકલના સાધનો સહિત કુલ રૂ.7 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો.

ગાંધીધામમાં ગત થોડા મહિનામાંજ 4 જેટલા ફેક ડોક્ટર પોલીસ વિભાગ પકડી ચુક્યુ છે તો તે સીલસીલો હજી પણ યથાવત છે. નોંધપાત્ર બાબત છે કે શહેરના કેટલીક નિશ્ચીંત વિસ્તારોમાંથીજ આ પ્રકારના તબીબો ઝડપાઈ રહ્યા છે, જે અશિક્ષીત અને ભોલી પ્રજાનો લાભ ઉઠાવી તેમના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. એ-ડિવિઝન પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે, જવાહરનગર નજીક બાલાજી કાંટા પાસે શાર્પ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બાજુમાં વરસામેડી રહેતો મનિષકુમાર નવલકિશોર પ્રસાદકોઇપણ માન્ય ડીગ્રી વગર પોતાને તબીબ ગણાવી પ્રેક્ટિસ કરી રહ્યો છે.

આ બાતમી મળતાં જ આદિપુર પ્રાઇમરી અરબન હેલ્થ ઓફિસર ડો.આદિલ કુરેશીને સાથે રાખી તેના ક્લીનિકમાં દરોડો પાડી પુછપરછ કરતાં પોતે બિહાર નાલંદાનો હોવાનું અને બીએપાસ હોવાનું જણાવ્યું હતું. તેની પાસે કોઇ માન્ય ડીગ્રી ન હોવા છતાં તબીબ તરીકે ઓળખાવી પ્રેક્ટિસ કરતો હોવાનું જણાતાં તેના કબજામાંથી રૂ.6,500 નો મેડિકલનો સરસામાન અને દવાઓ તથા રૂ.800 મળી કુલ રૂ.7,300 નો મુદ્દામાલ કબજે કરી તેના વિરૂધ્ધ કોન્સ્ટેબલ જગદિશ સોલંકીએ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963 ની કલમ 30,35 હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. ગાંધીધામ આસપાસ આ પ્રકારના બોગસ તબીબો ભૂતકાળમાં પણ પકડાઇ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...