ધમકી:કણખોઇમાં ખેતરે જતા માતા-પુત્ર પાછળ પૂજારી ત્રિશૂલ લઇને દોડ્યા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના કણખોઇ ગામે પુજારી માતા અને પુત્ર પાછળ ત્રિશુલ લઇને દોડતા ફરિયાદ થઇ છે. કણખોઇ જુનાગામ રહેતા 45 વર્ષીય પૂરીબેન ખેંગાભાઇ કેવાભાઇ ઢીલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની માલિકીના ખેતરના વોકળામાં વર્ષો જુનું એક મંદિર છે જેની સેવા પૂજા કરતા વિશ્રામ બાબુ વાઘેલા અને તેનો પુત્ર મહેશ વિશ્રામ વાઘેલા જેઓ રાપરના સૂઇ ગામના વતની છે તેઓ ખેતરના શેઢા પર જ ઝૂંપડું બનાવીને રહે છે. અમારા ખેતરના ધણી થવા માગે છે જે તેમના પરિવારને વારંવાર પરેશાન કરે છે.

ગત સવારે તેઓ પોતાના પુત્ર રમેશ સાથે કણખોઇ સીમમાં આવેલા આ ખેતરે ગયા તો આ બન્ને પિતા-પુત્રએ ગંદી ગાળો આપી આ ખેતરમા઼ પગ ન મુકતા નહિંતર જાનથી મારી નાખશુ઼ કહી ત્રીશુલ લઇને તેમની પાછળદોડ્યા હતા. તો ભચાઉ રહેતા પુષ્પાબેન રાજેશભાઇચાવડા ભરણપોષણના કેસમાં તારીખ હોઇ કોર્ટમાં મહીલા સદસ્ય મીઠીબેન ખાણીયા સાથે હાજર થયા હતા. તેઓ કોર્ટ પરિસરમા઼ બેઠા હતા તે સમયે જ ત્યા઼ આવેલા તેમના પતિ રાજેશ કેશવજી ચાવડાએ બહાર બોલાવી હવે તું કોર્ટમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...