મચ્છરોનો ત્રાસ વધ્યો:પાલિકાના મેલેરિયા વિભાગના નિરીક્ષકની જગ્યા એક વર્ષથી ખાલી

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મચ્છર દુર કરતી પ્રોડક્ટ્સમાં ધરખમ ઉછાળો
  • શહેરમાં ભરાયેલા પાણીમાં બળેલુ ઓઈલ નાખવું, ફોગીંગની કામગીરી વિભાગ દ્વારા હાથ ધરાઇ

ગાંધીધામમાં દરેક ઘર અને જાહેર સ્થળો પર મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે ત્યારે મચ્છરોને દુર રાખતી પ્રોડક્ટ્સના વેંચાણમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ પરિસ્થિતિમાં મેલેરીયા વિભાગની મહત્વપુર્ણ ખાલી પોસ્ટ પ્રશ્નો જન્માવે છે. તો તે સિવાય વિભાગ દ્વારા હાલ તો કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

વરસાદ બાદ ભરાયેલા પાણી અને બદલાયેલા મૌસમથી શહેરમાં મચ્છરોનો ત્રાસ વધવા પામ્યો છે તે સાથે તે સંલગ્ન રોગો અને વાઈરલ ફીવરના કેસોમાં તગડો ઉછાળો આવ્યો છે. અણઘડ નીતિના કારણે ઠેર ઠેર જળભરાવથી મચ્છરોને મળેળી અનુકુળ પરિસ્થિતીઓનો નાગરિકો માટે પ્રતિકુળ બની રહી છે. હાલ જ્યારે મચ્છરજન્ય રોગો આપદા રુપે સામે આવી શકે છે, તે વચ્ચે ગાંધીધામ નગરપાલિકાના મેલેરીયા વિભાગના ઈંસ્પેક્ટરની પોસ્ટ એકાદ વર્ષથી ખાલી હોવાનું જાણવા મળે છે, ઉપરાંત સર્વેયરની જગ્યાનો પણ આવોજ હાલ છે.

ત્યારે અગાઉના કર્મચારીઓ વયનિવૃત થયા બાદ હજી સુધી લોકોના આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલા આ વિભાગની મહત્વની જગ્યાઓ ભરવામાં કેમ નથી આવી તે એક મોટો પ્રશ્ન છે. બીજી તરફ પાલિકાના મેલેરીયા વિભાગ દ્વારા મહેશ્વરી નગર સહિતના વિસ્તારોમાં બળેલું ઓઈલ નાખવા, 4એ, 6એ ઘરોમાં ફોગીંગ કરવા અને કુંડામાં ભરાયેલા પાણીને ખાલી કરવાની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...