સભા:‘પોર્ટનો વિકાસ તો કર્યો જ, કાશ્મીરથી 370 હટાવી, રામમંદિર બની રહ્યું છે’

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાની ગાંધીધામ – માધાપરમાં સભા

ગાંધીધામમાં ભાજપના ઝંઝાવાતી પ્રચારનો દોરમાં આસામના મુખ્યમંત્રી બાદ હવે દેશના આરોગ્ય મંત્રી અને ગુજરાતનાજ સાંસદ મનસુખ માંડવીયાએ ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં અને પશ્ચિમ કચ્છમાં માધાપરમાં જનસભા સંબોધીને લોકોને સરકારના વિકાસ કામો ગણાવીને સ્થાનિક ઉમેદવાર માટે મત માંગ્યા હતા.

આરોગ્ય કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગાંધીધામ વિધાનસભા બેઠક અને ભુજની બેઠકને સબોધિત કરતાં ગુજરાતના 1600કી.મી સાગર તટ પર દર 50/60 કી.મી એ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર ઊભા થવા અને વાપી, અંકલેશ્વર, હજીરા, ભરુચ, દહેજ, ભાવનગર, કોડીનાર વિગેરે ક્ષેત્રમાં વિકાસને લેખાવ્યો હતો. આ સાથે કાશ્મીર ની ૩૭૦ ની ધારા હટાવી, ગાંધીધામ નું આંબેડકર ભવન નું ભૂમિપૂજન અને લોકાપર્ણા પ્રધાનમંત્રીએ કર્યુ અને અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન પણ કરાયું જે 2024માં પૂર્ણ થશે તેમ જણાવીને પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપતા હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય મહેશ્વરીએ સહુ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડ્યો હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં મંત્રી સ્વતંત્રદેવ સિંહ, અરજણભાઇ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માધાપર ખાતે મંત્રીએ જણાવ્યું કે ભુજ વિધાનસભા માટે પક્ષ દ્વારા 45 વર્ષથી જાહેર જીવનનું ભાથુ લઇને ફરતા સક્ષમ ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...