પોલીસની કાર્યવાહી:પોલીસ સફાળી જાગી, કાર્ગોમાં 13 જગ્યાએ દેશી દારૂના અડ્ડા પર તવાઇ

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝુંપડા વિસ્તારમાં ધમધમતા અડ્ડાઓ ઉપર એલસીબી, બી ડિવિઝન પોલીસની કાર્યવાહી
  • દરોડાઓમાં 5 સ્થળ પર જ ઝડપાયા, 8 હાજર ન મળ્યા : લઠ્ઠાકાંડ બાદ કાર્યવાહી તેજ

પૂર્વ કચ્છ પોલીસે આમ તો દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ પર છેલ્લા ત્રણ મહિનાથી કડક કાર્યવાહી કરી છે, પર઼તુ બોટાદના ચકચારી લઠ્ઠાકાંડ બાદ આ કાર્યવાહી વધુ કડક બનાવી છે જેમાં કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ધમધમતા 13 દેશી દારૂના અડ્ડા ઉપર એલસીબી અને બી-ડિવિઝન પોલીસે તપાઇ બોલાવી હતી જેમાં 5 બુટલેગરો પકડાયા હતા જ્યારે 8 હાથમાં આવ્યા ન હતા.

એલસીબી પીઆઇ એમ.એન.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશી દારૂની બદી સદંતર બંધ થાય તે માટે કડક કાશ્ર્યવાહી કરવાની પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયાની સૂચના મુજબ, બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ સાથે મળી કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં આઝાદનગર, પીએસએલ, એકતાનગર,ખોડિયારનગર ઝૂંડા વિસ્તારમાં ધમધમી રહેલા દેશી દારૂના 13 હાટડાઓ પર દરોડા પાડી કુલ રૂ.6,280 ના મુદ્દામાલ સાથે રમીલાબેન જીલાજી ઠાકોર, સાજન પોપટભાઇ નટ, બરફીબેન વિજયભાઇ નટ, ચોકિન અમરાભાઇ નટ અને રેખાબેન નરેશભાઇ નટને પકડી લીધા હતા.

જ્યારે શિવરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, ગોમીબેન રમેશભાઇ ઠાકોર, આશાબેન પ્રવિણભાઇ ઠાકોર, ભાનુબેન જયંતિભાઇ ઠાકોર, મંજુબેન રમેશભાઇ ઠાકોર, શનિબેન ચંદુભાઇ ઠાકોર, અરવિંદભાઇ ધારશીભાઇ દેવીપૂજક અને તેજલબેન અશોકભાઇ દેવીપૂજક દરોડા દરમિયાન હાજર મળ્યા ન હતા. આ કામગીરીમાં પીઆઇ રાણા સાથે, પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયા, પીએસઆઇ ડી.આર.ગઢવી, પીએસઆઇ બી.વી.ચુડાસમા તેમજ એલસીબી અને બી-ડીવિઝન પોલીસ મથકની ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...