આ અંગે મળતી માહિતી મુજબ આદિપુર 17 વાળીમાં રહેતા રેશ્મા ભરતભાઈ ભંભાણી ગુરૂવારે રાત્રે ભેદી રીતે ગુમ થયા હતા અને બીજા દિવસે અંજાર કે.જી. માણેક સ્કુલ તરફ જતાં રોડ પર સિધ્ધાર્થ ટાવર સામેની પડતર જમીન પર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ગુનાના કામે આઈ.જી.પી મોથાલીયા તેમજ એસ.પી મહેન્દ્ર બગડીયાના સીધા સુપરવિઝન તેમજ માર્ગદર્શન મુજબ તપાસની અલગ-અલગ ટીમોની રચના કરી ટેકનીકલ હ્યુમન ઈન્ટેલીજન્સનાં માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન શકમંદ નિતિન અજય શર્માનો રેશ્માબેન સાથે સબંધ હોવાની હકીકત આધારે આ નિતિનની તપાસ કરતા તે બનાવ બાદ રાજસ્થાન રાજ્યમાં નાસી ગયો હોવાની સામે આવી હતી.
નિતિનની તપાસ માટે રાજસ્થાન ટીમ મોકલાવી ગાંધીધામ લાવી પુછપરછ કરતાં નિતિને કબલ્યુ હતુ કે, રેશ્મા સાથે તેનાં સંબંધ હતા અને તેનાં પાસેથી લીધેલા ઘરેણા તે પરત આપવા માંગણી કરતી હતી. જેથી બનાવની રાત્રે તે રેશ્માને આદિપુર પોસ્ટ ઓફ્સિ પાસેથી કારમાં બેસાડી અંજાર તરફ લઈ ગયો હતો અને બંનને વચ્ચે ઘરેણા અને પૈસાની આપ-લે માટે બોલાચાલી બાદ ઝઘડો થતા રેશ્માનું ગળુ દબાવી મોત નિપજાવી હતી. ત્યારબાદ તેનો મૃતદેહ કે.જી.માણેક સ્કુલ પાસે ફેકી આવ્યો હતો. તેમજ હત્યા કર્યા બાદ તેના મૃતદેહ ઉપરથી કાનની બુટી તથા વીટી નંગ 3 ઉતારી અને તમામ ઘરેણા મુથુટ ફાઈનાન્સમાં લોન મેળવી રોક્ડ રૂપિયા મેળવેલ હોવાની કબુલાત આપતા આરોપીની રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ મથકે સોંપી આપેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.