ગાંધીધામ શહેરના રોટરી સર્કલ નજીક આવેલ પેટ્રોલપંપ પર કર્મચારીએ અમુક નોટો તુટેલી હોવાથી ફરિયાદીએ સારી નોટ આપવાનું કહેતા સાત જેટલા શખ્સોએ તોડફોડ કરી પટ્ટાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે CCTV ફુટેઝના આધારે વધુ તપાસ સોંપવામાં આવી
ગાંધીધામ શહેરમાં રોટરી સર્કલની બાજુમાં આવેલા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપમાં કેસીયર તરીકે નોકરી કરતા વિષ્ણુભાઈ અજુભાઈ ચૌધરીએ ડિવિઝનમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં એક મોટર સાઈકલ પર બે વ્યક્તિઓ આવ્યા અને કેરબામાં ડીઝલ આપવા કહ્યું હતું. જેથી કેરબામાં રૂપિયા 650નું ડીઝલ ભરી આપ્યું હતું. આ વ્યક્તિએ જે પૈસા આપ્યા તેમાંથી અમુક નોટો તુટેલી હોવાથી ફરિયાદીએ સારી નોટ આપવાનું કહેતા બંને જણાએ ઝઘડો કરી ગાળો આપી બાઈક લઈને નિકળી ગયા હતા. ત્યારબાદ 15 મિનિટ પછી આ બે વ્યક્તિઓ અન્ય પાંચ વ્યક્તિઓને લઈને આવ્યા અને ફરિયાદીને ધકબુશટનો માર મારવા સાથે ઓફિસમાં લોખંડનો ઘોડો ફગાવી આઈસીઆઈસીઆઈ બેંકનું પીઓએસ મશીન તોડીને નુકસાન કર્યું હતું. આ વ્યક્તિઓમાંથી એક જણાએ પટો લઈને માર માર્યો હતો. જેમાં લોખંડનું બકલ મોઢા પર અને હાથ પર વાગતા બૂમો પાડતા રમેશભાઈ જોશી અને હેમરાજભાઈ ઝઘડામાં વચ્ચે પડ્યા અને મારથી બચાવતા હતા. ત્યારે આ ૭ જણાએ તેઓને પટા વડે માર માર્યો હતો. ત્યારબાદ પંપમાં હાજર વિજયભાઈ રબારી, શંકરભાઈ રબારી, ભરતભાઈ ચૌધરી, શૈલેષભાઈ જોષી, પ્રકાશભાઈ જોષી આવી જતાં આ સાતે વ્યક્તિ ભાગી ગયા હતા . બાદમાં પંપના બિઝનેશ મેનેજર શુભમ્ શર્માને ફોન કરીને જાણ કરતાં તેઓ આવ્યા અને ફરિયાદી તથા હેમરાજભાઈને મુઢમારના કારણે ઈજાઓ થતી હોઈ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જેથી હાજી અબ્દુલ સુમરા અને તેની સાથેના ૬ માણસોએ છુટા પૈસાનું મનદુઃખ રાખીને ફરિયાદી તથા રમેશભાઈ અને હેમરાજભાઈને મુઢ મારમારી, ઓફિસમાં ઘોડો ફગાવી 10 હજારનું મશીન તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોઈ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે CCTV ફુટેઝના આધારે વધુ તપાસ સોંપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.