ચોર પોલીસ સકંજામાં:ગાંધીધામમાં ઘરમાં ઊંઘતા લોકોનાં મોબાઈલ ચોરી કરનાર ઝડપાયો

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામમાં ઘરમાં ઉંઘતા લોકોનાં મોબાઈલ ફોન ચોરી કરનાર ઈસમને પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ એ-ડીવીઝન પોલીસ સ્ટેશને નોંધાયેલી બે ચોરીનાં ગુનાની તપાસમાં પોલીસે ટેકનીકલ સર્વેલન્સની મદદથી આરોપી ગાંધીધામનાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો આકાશ ગીરજા શંકર દુબેને ભારતનગર જીઆઈડીસીમાંથી પકડી પાડ્યો હતો.

કિડાણાના લક્ષનગરમાં રહેતો આરોપી શબીર સુલેમાન કનગરા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીનાં 6 મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. આરોપીએ એક દિવસ અગાઉ બી તથા સુભાષનગરમાં રાત્રીનાં ભાગે ઘરે ઘસી જઈને મોબાઈલ, રોકડની ચોરી કરી હતી. આ કામગીરીમાં પીઆઈ એ.બી. પટેલ તથા ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...