ગાંધીધામના ભારત નગર, જનતા કોલોની વિસ્તારમાં દર ચોમાસે સામાન્ય વરસાદમાં પણ માર્ગો પર કમર સુધીના પાણી અને દરેકના ઘરમાં પાણી ઘુસી જવાના બનાવ બને છે. વર્ષોથી આ ત્રાસદીથી કંટાળેલા સ્થાનિકોએ ગત વર્ષે આ અંગે રજુઆતો કરીને કાયમી નિવેડો નહી કરાય તો આંદોલનની ચીમકી આપી હતી.
ત્યારબાદ અહી વરસાદી નાળુ પાસ કરાયાનું પણ જણાવાયું હતું, 70 લાખના જંગી ખર્ચે 64ક્વાટર થી ભારતનગર, જનતા કોલોની થઈને નહેરુ પાર્ક સુધીમાં નવું બનનાર વરસાદી નાળુ આ વર્ષે હવે મોડુ થઈ ગયું હોવાથી ચોમાસા બાદ બનાવાશે તેવું સ્થાનિકોને જણાવાઈ રહ્યું છે. અધુરામાં પુરુ જે જુનુ એકમાત્ર નાળુ કેટલાક અંશે ચાલુ અવસ્થામાં હતું અને તે છતાંય આટલુ પાણી ભરાતું હતું, તે તો હજી પણ ચોકઅપ પડ્યુ છે. આ સ્થિતિમાં સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે, સ્થાનિકોએ જણાવ્યું કે ‘જો આ વખતે ઘરમાં પાણી ઘુસ્યુ તો પાલિકા કચેરી તાળાબંધી’ સહિતના જલદ સ્વયંભુ વિરોધ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.